Surat માં કરોડોના હીરાની છેતરપિંડીના કેસમાં ફરાર દલાલ ઝડપાયો
- સુરતમાં કરોડોના હીરાની છેતરપિંડીના કેસમાં દલાલ ઝડપાયો
- 20થી વધુ વેપારીઓ પાસેથી રૂ. 6.21 કરોડનો માલ લઈ ફરાર
- ઇકો શેલ દ્વારા હીરા દલાલ રવિ વઘાસિયાની કરી ધરપકડ
- સુરત-દિલ્હીના વેપારીઓને હીરા બતાવવાનું કહી માલ લઈ ગયો
સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા આરોપી હીરા દલાલ રવિ ઉર્વે રવિ ચોગઠ ગણેશ વઘાસિયા છે.જે હીરા દલાલ પર હીરા બજારમાં હીરાનો વેપાર કરતા હજારો વેપારીઓ આંધળો વિશ્વાસ અને ભરોસો કરતા આવ્યા હતા.આમ તો હીરા બજારમાં વર્ષોથી વર્ષથી વિશ્વાસ અને ભરોસા પર હીરાનો ધંધો ચાલી આવ્યો છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી આ હીરા બજારમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.કારણ કે, કેટલાક લેભાગુ હીરા દલાલો અને હીરા વેપારીઓના કારણે બજારમાં અવિશ્વાસનું વાતાવરણ અન્ય વેપારીઓમાં ઊભું થયું છે. વિશ્વાસ અને ભરોસા પર ચાલતા આ હીરાના વેપાર પર છેલ્લા ત્રણ વર્ષથી આર્થિક મંદીનો માહોલ ચાલી આવ્યો છે. આ વચ્ચે સુરતના હીરા બજારમાં હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હીરા દલાલે અનેક વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવી ₹6.21 કરોડની કિંમતના હીરા લઈ ફરાર થઈ ગયો હતો.
20 જેટલા વેપારીઓ પાસેથી હીરા લઈ ફરાર થઈ ગયો હતો
રવિ ઉર્ફે રવિ ચોગઠ ગણેશ વઘાસિયા છેલ્લા ઘણા સમયથી સુરતના વરાછા મહિધરપુરા વિસ્તારમાં હીરા દલાલી નો વ્યવસાય કરે છે. જેના કારણે અનેક વેપારીઓને તેના પર આંધળો વિશ્વાસ છે. પરંતુ આ જ વિશ્વાસનો વિશ્વાસઘાત આ હીરા દલાલે કર્યો છે. અલગ અલગ 20 જેટલા વેપારીઓ પાસેથી તેણે રૂપિયા 6.21 કરોડની કિંમતના હીરા અન્ય વેપારીઓને બતાવવા અને સોદો કરવા માટે લઈ ગયો હતો. જે બાદ હીરા લઈ તે પરત ફર્યો નહોતો. જેના કારણે હીરા વેપારીઓની ચિંતામાં વધારો થયો હતો. હીરા દલાલ નો મોબાઇલ પર સંપર્ક કરતા તે પણ સ્વીચ ઓફ આવ્યો હતો. જેના કારણે ચિંતામાં ધકેલાયેલા હીરા વેપારીઓએ સુરત પોલીસ કમિશનર નો સંપર્ક કર્યો હતો. સુરતના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા આકાશ સંઘવી સહિત અન્ય વેપારીઓએ પોલીસ કમિશનર ને મળી આ અંગે રજૂઆત કરી હતી.
કે.વી.બારીયા (પીઆઇ ઇકો શેલ સુરત પોલીસ)
આરોપીને ઝડપી પાડી ઇકો સેલ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી
જે રજૂઆતના પગલે પોલીસ કમિશનરે તપાસ આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલને સોંપી હતી. જે પ્રાથમિક તપાસમાં 20 થી પણ વધુ વેપારીઓ પાસેથી હીરા દલાલ દ્વારા 6.21 કરોડથી વધુ ની કિંમતના હીરા લઈ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ઇકો સેલ દ્વારા આ મામલે હીરા દલાલ રવિ ઉર્ફે રવિ ચોગઠ ગણેશ વઘાસિયા વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ગુનામાં પોલીસ પકડથી ભાગતા ફરતા હીરા દલાલ રવિ ઉર્ફે રવિ ચોગઠ ગણેશ વઘાસિયા ને ઝડપી પાડ્યો હતો. જે આરોપીની ધરપકડ કરી ઇકો સેલ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rajkot ના ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ
ઇકો સેલ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ માં તેણે કરોડોની કિંમતના આ હીરા છૂટકમાં અન્ય વેપારીઓને સસ્તા ભાવે વેચી રોકડી કરી લીધી છે. આ ઉપરાંત દિલ્હીના સાંઈ ડાયમંડ કંપનીના વેપારી જોની નામના ઇસમને પણ તેણે હીરા વેચાણ કર્યા હોવાની હકીકત જણાવી છે. જેથી ઇકો સેલ દ્વારા કરોડોની કિંમતના હીરા રિકવર કરવા અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ VIDEO : Mahuva માં એસટી બસમાં છેડતી કરનાર લંપટ ડ્રાઈવરને મહિલાએ મેથીપાક ચખાડ્યો