Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gaganyaan mission માં ઈસરોએ વધુ એક પગલું આગળ વધીને સિદ્ધિ મેળવી

ISRO Gaganyaan mission : જહાજમાં મોડ્યુલ આકારની ડેક બનાવવામાં આવી
gaganyaan mission માં ઈસરોએ વધુ એક પગલું આગળ વધીને સિદ્ધિ મેળવી
Advertisement
  • Well-deck સુધી એક ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું
  • જહાજમાં મોડ્યુલ આકારની ડેક બનાવવામાં આવી
  • Mission માં 3 થી 4 Astronaut ને મોકલાશે

ISRO Gaganyaan mission : Gaganyaan mission માં ISRO એ વધુ એક સિદ્ધિ મેળવી છે. ISRO એ નેવી સાથે મળીને 6 ડિસેમ્બરે Well-deck recovery ટ્રાયલ હાથ ધરી હતી. આ પરીક્ષણ Gaganyaan mission પર જઈ રહેલા Astronaut ના પરત ફર્યા પછી શરૂ થતા કાર્ય સાથે સંબંધિત છે. જેમાં Astronaut ના જહાજને શક્ય તેટલી વહેલી તકે જહાજના Well-deck પર લાવવાનું હોય છે.

Well-deck સુધી એક ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું

Indian Navy એ ISRO સાથે મળીને વિશાખાપટ્ટનમના કિનારે આ પરીક્ષણ કર્યું હતું. Astronaut નું જહાજ સમુદ્રમાં ઉતર્યું, ત્યારથી લઈને જહાજના Well-deck સુધી એક ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી એ જાણી શકાય કે અવકાશયાનને જહાજની અંદરના ડોક સુધી લાવવામાં કેટલો સમય લાગી શકે છે. Well-deck વાસ્તવમાં વહાણ પરની જગ્યા છે, જ્યાં પાણી ભરાય છે.

Advertisement

આ પણ વાંચો: તમારા Smartphone માં વાયરસ છે કે નહીં ? આ ઇઝી ટ્રિકથી કરો ચેક

Advertisement

જહાજમાં મોડ્યુલ આકારની ડેક બનાવવામાં આવી

Gaganyaan એ ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ Mission છે, જેમાં ક્રૂ પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ત્યાંથી પરત ફરશે. તો ક્રૂ પરત ફરતી વખતે ફક્ત Crew module જ પૃથ્વી પર પરત ફરશે. તેમાં સોફ્ટ લેન્ડિંગ ન હોવાથી તેને દરિયામાં લેન્ડ કરવામાં આવશે. આ પછી નેવી અને ISRO સામે સૌથી મોટો પડકાર Astronaut ને શક્ય તેટલી વહેલી તકે Crew module થી બહાર કાઢવાનો રહેશે. Well-deck રિકવરી માટે જહાજમાં મોડ્યુલ આકારની ડેક બનાવવામાં આવી છે અને તેનું મોકઅપ કરવામાં આવ્યું છે.

Mission માં 3 થી 4 Astronaut ને મોકલાશે

ISRO ના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણથી એ જાણવામાં મદદ મળી કે Crew module ને જહાજ પર પાછા લાવવામાં કેટલો સમય લાગી શકે છે. આ Mission નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ Mission હેઠળ ત્રણથી ચાર Astronaut ને પૃથ્વીથી લગભગ 400 કિમી દૂર અંતરિક્ષમાં મોકલવામાં આવશે. Mission ની સફળતા સાથે ભારત અમેરિકા, રશિયા અને ચીન જેવા જૂથોમાં સામેલ થઈ જશે.

આ પણ વાંચો: Jio,Airtel,BSNLઅને Viની ડેડલાઈન પૂર્ણ, કરોડો મોબાઈલ યુઝર્સને મળશે મોટી રાહત

Tags :
Advertisement

.

×