ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Game Changer : સુપર સ્ટાર રામ ચરણની ફિલ્મે પહેલા જ દિવસે બદલી ગેમ! 'Pushpa 2' ની જેમ કરી કરોડોમાં કમાણી!

ચાહકો આ મોસ્ટ અવેટેડ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી રહ્યા છે.
07:24 AM Jan 11, 2025 IST | Vipul Sen
ચાહકો આ મોસ્ટ અવેટેડ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી રહ્યા છે.
સૌજન્ય : Google
  1. રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ Game Changer રિલીઝ થઈ
  2. પહેલા જ દિવસે ગેમ ચેન્જરે કરી કરોડો રૂપિયાની કમાણી
  3. બેબી જોન કરતા પણ વધુ ફર્સ્ટ ડે કલેક્શન

વર્ષ 2025 ની પહેલી મોટા બજેટની ફિલ્મ, ગેમ ચેન્જર (Game Changer) રિલીઝ થઈ ગઈ છે. સાઉથ સુપર સ્ટાર રામ ચરણ (Ram Charan) અને અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) અભિનીત આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, હવે ચાહકો આ મોસ્ટ અવેટેડ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી રહ્યા છે. ગેમ ચેન્જરમાં રામ ચરણ ડબલ રોલમાં નજરે પડે છે. આ જ કારણ છે કે ચાહકોને તેનાથી ઘણી અપેક્ષાઓ છે.

આ પણ વાંચો - સલમાન ખાને 7 વર્ષથી એક પણ સુપરહિટ ફિલ્મ નથી આપી, શું 'સિકંદર' 'ભાઈજાન'નું ભાગ્ય બદલશે?

ફિલ્મનાં પહેલા દિવસની કમાણીનાં આંકડા જાહેર

અભિનેતા રામ ચરણ (Ram Charan) વિશે વાત કરીએ તો, તેમણે AS રાજામૌલી (SS Rajamouli) દ્વારા દિગ્દર્શિત ફિલ્મ RRR થી આખી દુનિયાને પોતાનાં દિવાના બનાવી દીધી છે. ગેમ ચેન્જર (Game Changer) વિશે એવું કહેવામાં આવ્યું હતું કે તે જાન્યુઆરી મહિનામાં રિલીઝ થનારી મોટાભાગની ફિલ્મોને પડકારશે. આ ફિલ્મમાં રામ ચરણ અને કિયારા અડવાણી ઉપરાંત અંજલિ, SJ સૂર્યા, જયરામ, શ્રીકાંત અને નાસેર જેવા કલાકારોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મનાં પહેલા દિવસની કમાણીનાં આંકડા પણ જાહેર થઈ ગયા છે.

આ પણ વાંચો - Game Changer Review: રામ ચરણે ગેમ પલટી, દર્શકોને કહાનીના 'રાજ' ગમ્યા!

ગેમ ચેન્જરે પહેલા દિવસે કરી આટલી કમાણી!

મીડિયા રિપોર્ટ અનુસાર, રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જર (Game Changer) અલ્લુ અર્જુનની Pushpa 2 નાં ઓપનિંગ ડેનાં કલેક્શનને વટાવી શકી નથી, પરંતુ તે ચોક્કસપણે આ વર્ષે અત્યાર સુધી રિલીઝ થયેલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. સકનિલ્કના અહેવાલ મુજબ, ગેમ ચેન્જરે પહેલા દિવસે ભારતમાં 51.25 કરોડ રૂપિયાનું ચોખ્ખું કલેક્શન (Game Changer Day 1 Collection) કર્યું છે. તે ચોક્કસપણે બેબી જોન (Baby John) કરતાં વધુ છે, પણ અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ કરતાં ઘણું ઓછું છે.

આ પણ વાંચો - L&T ચેરમેનના '90 કલાક કામ' અંગેનાં નિવેદન બાદ રોષે ભરાઈ Deepika Padukone ! કહ્યું- આટલા ઊંચા..!

Tags :
Allu ArjunBABY JOHNBreaking News In GujaratiEntertainment Newsgame changerGame Changer Day 1 CollectionGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKiara AdvaniLatest News In GujaratiNews In GujaratiPushpa 2ram charanRRRss rajamouli
Next Article