Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhidham ના મેયરની અનોખી પહેલ, "મને બુકે નહીં, બુક આપો" અભિયાનને મળ્યો પ્રતિસાદ

Gandhidham મહાનગર પાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીની અનોખી અપીલ લોકોને લઈ સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે, મારૂ સન્માન કરો તો મને બુકે નહી પણ બુક આપો અને અભિયાનનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં થયો છે, નવા ચૂંટાયેલા પ્રતિનિધીઓએ આ પહેલ અપનાવી છે અને લોકોને પણ આ પહેલ ગમી રહી છે. તો મહત્વની વાત એ છે કે લોકો જે ચોપડા મેયર, પ્રમુખ અને ઉપપ્રમુખોને આપી રહ્યાં છે તે ચોપડા ગરીબ બાળકોને આપવામાં આવી રહ્યાં છે.
gandhidham ના મેયરની અનોખી પહેલ   મને બુકે નહીં  બુક આપો  અભિયાનને મળ્યો પ્રતિસાદ
Advertisement

Gandhidham મહાનગર પાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીની અનોખી અપીલ સામે આવી છે જેમાં સન્માનમાં ફૂલોના બુકેને બદલે પુસ્તક આપવાની વિનંતી કરી છે. મેયરનું કહેવું છે કે, "મને બુકે નહીં, બુક આપો" અને આ અભિયાનને મળ્યો પ્રતિસાદ. મળેલી પુસ્તકો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાશે અને શિક્ષણને પ્રોત્સાહન આપવા મેયરની પહેલ છે. તો વધુમાં પુસ્તકો શાળા અને પુસ્તકાલયોને પણ અર્પણ કરાશે. અને બુકેના ખર્ચને જ્ઞાનના દાનમાં ફેરવવાનો સંદેશ સમાજને આપવામાં આવી રહ્યો છે.

Gandhidham મનપાના પ્રથમ મેયર બન્યા છે દિવ્યા નાથાણી

ગાંધીધામ મહાનગરપાલિકાના સર્વોચ્ચ એવા મેયર પદ માટે દિવ્યાબેન નાથાણીની વરણી કરવામાં આવી છે. જ્યારે, ડેપ્યુટી મેયર તરીકે નવીન જરુના નામ પર મહોર મારવામાં આવી છે. મહાનગરપાલિકાની તિજોરી અને વિકાસકામોની ચાવી સમાન ગણાતી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી)ના ચેરમેન તરીકે તેજસ શેઠની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, સંગઠન અને શાસન વચ્ચે સંકલન સાધવા માટે પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને પક્ષ શિસ્ત જાળવી રાખવાની મુખ્ય જવાબદારી સંભાળતા દંડક તરીકે સુરેશ ધૂવાની પસંદગી કરવામાં આવી છે.

Advertisement

બુક અભિયાનની સુંદર પહેલ

'બુકે નહીં, બુક' એ એક સુંદર સામાજિક અને શૈક્ષણિક અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘા અને ક્ષણિક ફૂલના બુકે આપવાને બદલે જ્ઞાનવર્ધક પુસ્તકો ભેટ આપવાનો છે.આ અભિયાન દ્વારા એકત્રિત થતાં પુસ્તકો અને નોટબુકનો ઉપયોગ જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા થી લઈને જામનગર જેવા શહેરોમાં સામાજિક સંસ્થાઓ અને નેતાઓ દ્વારા આ સરાહનીય પહેલ ચલાવવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Salangpur : જ્યાં સાચો ભાવ અને સુગંધિત પુષ્પોનો મેળ હોય, ત્યાં જ મારા દાદાનો દિવ્ય દરબાર હોય

Tags :
Advertisement

.

×