Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીજીની પૌત્રી ગ્લેમરસ અને સ્ટાઇલિશ એટલી કે..લાખો છે ફોલોઅર્સ

ગાંધી બાપુના પરિવારના એક હજુ પણ અમેરિકામાં છે મેધાગાંધી હોલિવુડમાં કલાકાર છે મેધા ગાંધી ગ્લેમરસ જીવન જીવે છે Medha Gandhi:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વિશ્વ આખુય ઓળખે છે. તેઓને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલા જ ચાહક છે. ઘણા લોકો...
ગાંધીજીની પૌત્રી ગ્લેમરસ અને સ્ટાઇલિશ એટલી કે  લાખો છે ફોલોઅર્સ
  • ગાંધી બાપુના પરિવારના એક હજુ પણ અમેરિકામાં છે
  • મેધાગાંધી હોલિવુડમાં કલાકાર છે
  • મેધા ગાંધી ગ્લેમરસ જીવન જીવે છે

Medha Gandhi:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વિશ્વ આખુય ઓળખે છે. તેઓને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલા જ ચાહક છે. ઘણા લોકો છે ગાંધીજીના વિચારોને અનુસરે છે. આજે ગાંધી જયંતિ છે, આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. દેશ માટે તેમના યોગદાનને યાદ કરવાની સાથે લોકો તેમના જીવન અને પરિવાર વિશે પણ જાણવા માંગે છે. ત્યારે આજે તમને ગાંધી બાપુના પરિવારના એક એવા સભ્ય વિશે જાણીશું જેનું હોલીવુડ સાથે સીધું જોડાણ છે

Advertisement

અમેરિકામાં રહેતી બાપુની પૌત્રી કોણ છે?

શું તમે જાણો છો કે મહાત્મા ગાંધીની એક પૌત્રી છે જે અમેરિકામાં રહે છે. તે મહાત્મા ગાંધીની જેમ સાદુ જીવન નથી જીવતી પરંતુ ગ્લેમરસ જીવન જીવે છે. તે ગાંધી પરિવારની પાંચમી પેઢીમાં આવે છે. કાંતિલાલ મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરિલાલના પુત્ર હતા. તેમની પૌત્રીનું નામ મેધા ગાંધી (Medha Gandhi) છે. જે હાલ અમેરિકામાં રહે છે. કાન્તિલાલનો પરિવાર ઘણા વર્ષો પહેલા અમેરિકા ગયો હતો. કાંતિલાલ મહાત્મા ગાંધીના પૌત્ર છે જેમણે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રામાં ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે તે સમયે 20 વર્ષના કાંતિલાલ દાદા મહાત્મા ગાંધીની આગળ આગળ થેલો લઇને ચાલતા હતા.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Medha Gandhi (@babyhotsauce)

આ પણ  વાંચો -'ગાંધી ટુ હિટલર' થી લઈને 'હે રામ' સુધી, આ 5 ફિલ્મો મહાત્મા ગાંધીના વિચારોને અમર કરે છે...

Advertisement

મેધા શું કરે છે?

તેમની પૌત્રી મેધા વિશે વાત કરીએ તો મેધા હોલિવુડમાં કલાકાર છે. મેધા હ્યુમર રાઇટર એટલે કે કોમેડી રાઇટર છે. તે ઘણા શો માટે સ્ક્રિપ્ટ લખે છે. આ સાથે મેધા ગાંધી પણ એક અદભૂત ગાયિકા છે. આટલું જ નહીં તે પ્રોડ્યુસર પણ છે. મેધા અમેરિકાના પ્રખ્યાત શો 'ડેવ એન્ડ શો'ની નિર્માતા પણ હતી. આ સિવાય તેણે 'મેટી ઇન ધ મોર્નિંગ શો' પણ પ્રોડ્યુસ કર્યો છે.

આ પણ  વાંચો -Govinda Injured પગમાં વાગી ગોળી,રિવોલ્વર સાફ કરતી વખતે અકસ્માત,ICUમાં દાખલ

ગ્લેમરસ જીવન જીવે છે મેધા

મેધા ગાંધી (Medha Gandhi) ખૂબ જ સ્માર્ટ છે. તેણીના સોશિયલ મીડિયા બાયો અનુસાર, તે 'એલ્વિશ દુરાન એન્ડ ધ મોર્નિંગ શો'ની હોસ્ટ પણ છે. સોશિયલ મીડિયા પર તેની હાજરી ખૂબ જ મજબૂત છે. તે તેના જીવનની દરેક નાની-મોટી અપડેટ શેર કરતી રહે છે. મેધાના સોશિયલ મીડિયા પર લગભગ 2.5 લાખ ફોલોઅર્સ છે. મેધા ગાંધી ગાંધીજીથી તદ્દન વિપરીત ગ્લેમરસ અને સ્ટાઇલિશ જીવન જીવે છે. તેમની ડ્રેસિંગ સેન્સ પણ પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. મેધા ગાંધી (Medha Gandhi) ના અંગત જીવનની વાત કરીએ તો તે બ્રાન્ડેન જોન્સ નામના વિદેશી યુવક સાથે રિલેશનશીપમાં છે. મેધા પોતાની લવ લાઈફ વિશે પણ વાત કરતા શરમાતી નથી. સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથે ઘણી તસવીરો છે અને બંને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.

Tags :
Advertisement

.