બિલ્ડર પુત્ર Rishabh Patel ના આપઘાત કેસ મામલે પુંધરા ગામે પાટીદાર સમાજની બેઠક
- ગાંધીનગર બિલ્ડર પુત્ર Rishabh Patel આત્મહત્યા મામલો
- પુંધરા ગામના પાટીદાર સમાજની મળી બેઠક
- ઋષભ પટેલના નિવાસસ્થાને પાટીદારો એકત્રિત
Rishabh Patel Suicide Case: ગાંધીનગરના બિલ્ડર પુત્ર ઋષભ પટેલ (Rishabh Patel) ના રહસ્યમય આત્મહત્યા કેસમાં હવે પાટીદાર સમાજ (Patidar Samaj) મેદાનમાં આવ્યો છે. પુંધરા (Pundhara) ગામ ખાતે પાટીદાર સમાજની એક વિશાળ બેઠક યોજાઈ હતી, જેમાં મૃતકના પરિવારને ન્યાય અપાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી. ઋષભના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ એકત્રિત થયા હતા અને ગેંગ (Gang) ચલાવતા તત્વો સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી.
મુખ્ય આરોપી મહિપાલસિંહના 3 દિવસના રિમાન્ડ મંજૂર
આ ચકચારી કેસમાં પોલીસને પ્રથમ સફળતા મળી છે. શુક્રવારે પોલીસે આ કેસના મુખ્ય આરોપી મહિપાલસિંહ (Mahipalsinh) ની ધરપકડ કરી હતી. ગાંધીનગર કોર્ટ (Gandhinagar Court) માં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે આરોપીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ (Police Remand) મંજૂર કર્યા છે. પોલીસ આ સમયગાળા દરમિયાન પૈસાની લેતીદેતી અને ધમકી આપવાના મામલે ઊંડી પૂછપરછ કરશે.
Ahmedabad : બિલ્ડર પુત્ર Rishabh Patel ના ન્યાય માટે પાટીદાર સમાજ ની બેઠક | Gujarat First
બિલ્ડર પુત્ર ઋષભ પટેલ મામલો
પુંધરા ગામના પાટીદાર સમાજ ની બેઠક
ઋષભ પટેલ ના નિવાસસ્થાને પુંધરા ગામ ના પાટીદાર સમાજ થયો એકત્ર
આરોપીઓ સામે એક થઈ લડવા કરી ચર્ચા
મૃતક ઋષભ પટેલ ના પરિવારજનો ને… pic.twitter.com/5RMb3AZ4Y3— Gujarat First (@GujaratFirst) January 31, 2026
પૈસાની લેતીદેતી અને ધમકીનો આરોપ
ઋષભના પિતા પ્રવિણ પટેલે (Pravin Patel) પોલીસ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ, મહિપાલસિંહ (Mahipalsinh) અને અન્ય ત્રણ શખ્સો પૈસાની લેતીદેતી મામલે ઋષભને સતત માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આ ત્રાસથી કંટાળીને નવપરિણીત ઋષભે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ગુમ થયા બાદ કેનાલમાંથી મળી હતી લાશ
ઘટનાની વિગતો મુજબ, 25 વર્ષીય ઋષભ પટેલ (Rishabh Patel) ગત 25 જાન્યુઆરીએ રહસ્યમય રીતે ગુમ થયો હતો. તપાસ દરમિયાન રાયપુર (Raipur) ગામની સીમમાંથી તેની કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારની તપાસ કરતા તેમાંથી રોકડ રકમ, સોનાના દાગીના, મોબાઈલ અને એક હૃદયદ્રાવક સુસાઈડ નોટ (Suicide Note) મળી આવી હતી. ત્યારબાદ 28 જાન્યુઆરીએ ઋષભની લાશ કડી કેનાલ (Kadi Canal) માંથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ચાર શખ્સો સામે ગુનો દાખલ
મૃતકના પિતા પ્રવિણ પટેલે (Pravin Patel) કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં કલ્પેશ પટેલ (Kalpesh Patel), મનીષ પટેલ (Manish Patel), ક્રિશાલ પટેલ (Krishal Patel), મહિપાલસિંહ (Mahipalsinh) નો સમાવેશ થાય છે. હાલમાં મહિપાલસિંહ પોલીસના કબજામાં છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઋષભના લગ્ન હજુ થોડા દિવસો પહેલા જ થયા હતા, ત્યારે તેના આત્મહત્યાના સમાચારથી સમગ્ર પુંધરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચોઃ Surat: બિલ્ડર તુષાર ઘેલાણીનો આપઘાતનો પ્રયાસ, પુત્રીના લગ્ન પહેલા જ પરિવારમાં શોક!


