ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : 'દાદા' સરકારનું એક્શન! એક સાથે 5 અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

નર્મદા અને પાણી પુરવઠા વિભાગનાં આ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો હુકમ કરાયો છે.
06:06 PM Nov 20, 2024 IST | Vipul Sen
નર્મદા અને પાણી પુરવઠા વિભાગનાં આ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો હુકમ કરાયો છે.
સૌજન્ય : Google
  1. 'દાદા' સરકારની ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઈ! (Gandhinagar)
  2. નર્મદા અને પાણી પુરવઠા વિભાગનાં 5 અધિકારીઓ સામે એક્શન!
  3. એક સાથે 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા

Gandhinagar : રાજ્યની 'દાદા' સરકારે (Gujarat Government) ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઈ બોલાવી છે. એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે. ત્યારે, હવે એક સાથે વધુ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. નર્મદા અને પાણી પુરવઠા વિભાગનાં આ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો હુકમ કરાયો છે.

આ પણ વાંચો - Recruitment : આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતી! 2 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત, વાંચો વિગત

નર્મદા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પર તવાઈ!

ગુજરાત સરકાર (Gandhinagar) દ્વારા વધુ 5 સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. નર્મદા અને પાણી પુરવઠા વિભાગનાં (Narmada and Water Supply Department) 5 અધિકારીઓ પર તવાઈ બોલાવી તેમને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલાને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. સાથે જ એવી પણ માહિતી છે કે અધિકારીઓ વિરુદ્ધ વિભાગ હસ્તક ચાલતી તપાસ યથાવત રહેશે.

આ પણ વાંચો - Maharahtra માં રાજનાથ સિંહે ગુજરાતના ગૃહમંત્રીની કરી પ્રસંશા, Video Viral

અધિકારીઓને સામેની પડતર ખાતાકીય તપાસ ચાલુ રહેશે

જાહેર કરેલા આદેશ મુજબ, ફરજિયાત નિવૃત્ત (Compulsory Retirement) કરેલા અધિકારીઓને સામેની પડતર ખાતાકીય તપાસ અને ફોજદારી કેસ ચાલુ રહેશે. ઉપરાંત, આ અધિકારીઓ વિરુદ્ધ ભવિષ્યમાં જો કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ થશે તો તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરાશે. જણાવી દઈએ કે, આ પહેલા પણ 7 નવેમ્બરે મહેસૂલ વિભાગનાં સુપ્રિટેન્ડન્ટ લેંડ રેકોર્ડના વર્ગ 1 નાં અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરાયા હતા. જ્યારે, 8 નવેમ્બરનાં રોજ ભીલોડા ITI ના પ્રિન્સિપાલ અને સુરત ITI ના પ્રિન્સિપાલને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો -  Gujrat Politics નાં 'બાપુ' શંકરસિંહ વાઘેલા ફરી એકવાર નવી પાર્ટી સાથે કરશે Entry!

Tags :
Breaking News In GujaratiCM Bhupendra PatelCompulsory Retirementcorrupt officialsGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNarmada and Water Supply DepartmentNews In GujaratiOfficers Under Suspension
Next Article