Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય, જિલ્લા પંચાયતની 28 માંથી 25 બેઠકો પર કબજો

ગાંધીનગર જિલ્લાના રાજકીય ફલક પર આજે ભગવો રંગ છવાઈ ગયો છે. જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકા સુધીની તમામ બેઠકો પર જે પરિણામો આવ્યા છે, તેણે વિરોધ પક્ષોના ગણિત બગાડી નાખ્યા છે. કલોલ અને માણસા જેવા વિસ્તારોમાં ભાજપે જે રીતે લીડ મેળવી છે,
gandhinagar જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય  જિલ્લા પંચાયતની 28 માંથી 25 બેઠકો પર કબજો
Advertisement
  • Gandhinagar જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય, કેસરિયો છવાયો!
  • જિલ્લા પંચાયતની 28 માંથી 25 બેઠકો પર ભાજપનો કબજો
  • માણસા તાલુકા પંચાયતમાં ભાજપે 24 બેઠકો જીતી રચ્યો ઈતિહાસ
  • કલોલ નગરપાલિકામાં 36 બેઠકો સાથે ભાજપની સત્તા અકબંધ
  • દહેગામમાં પણ કોંગ્રેસ પરાસ્ત, ભાજપને મળી 22 બેઠકો
  • તમામ સ્થાનિક સંસ્થાઓમાં હવે અપક્ષના ટેકા વગર ભાજપનું શાસન

Gandhinagar: જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. જિલ્લાની તમામ મહત્વની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો (BJP Victory) છે, જ્યારે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ગાબડા પડ્યા છે.

જિલ્લા પંચાયત અને તાલુકા સ્તરનું પરિણામ:

ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 3 બેઠકો પર સમેટાઈ ગઈ છે. તાલુકા પંચાયતોમાં પણ સ્થિતિ સમાન રહી છે. માણસા (Mansa) તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી 24 ભાજપના ફાળે ગઈ છે. જ્યારે દહેગામ (Dehgam) તાલુકા પંચાયતમાં 28 માંથી 22 બેઠકો સાથે ભાજપે બહુમતી મેળવી છે. કલોલ (Kalol) તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી 15 ભાજપ અને 7 કોંગ્રેસે જીતી છે.

Advertisement

Gandhinagar: નગરપાલિકામાં ભાજપનું વર્ચસ્વ:

શહેરી વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. કલોલ નગરપાલિકાની 44 બેઠકોમાંથી ભાજપે 36 બેઠકો જીતીને વિરોધ પક્ષને મોટો ફટકો આપ્યો છે. તેવી જ રીતે દહેગામ નગરપાલિકામાં પણ 28 બેઠકોમાંથી 17 બેઠકો ભાજપને અને 11 બેઠકો કોંગ્રેસને મળી છે.

Advertisement

ગાંધીનગર જિલ્લામાં ભાજપે પાયાના સ્તરે સંગઠન મજબૂત કર્યું 

આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ગાંધીનગર જિલ્લામાં ભાજપે પાયાના સ્તરે સંગઠન મજબૂત કર્યું છે. નવા સીમાંકન અને જનતાના પ્રતિસાદને કારણે ભાજપ તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય સ્તરે પણ વિજયી બની છે. હવે આગામી સમયમાં આ સંસ્થાઓમાં વહીવટની કમાન ભાજપ હસ્તક રહેશે, જેનાથી વિકાસકામોમાં નવી ગતિ આવવાની સંભાવના છે.

આ પણ વાંચો: Morbi જિલ્લામાં ભાજપની વિજયી કૂચ, મહાનગરપાલિકામાં તમામ 52 બેઠકો પર કેસરીયો પરચમ

Tags :
Advertisement

.

×