Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar : GIFT City ને મળ્યા નવા ચેરમેન, ઉદ્યોગપતિ ઉદય કોટકને સોંપાઈ જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગે એક નોટિફિકેશ જાહેર કરી માહિતી આપી કે, ગિફ્ટ સિટીના ચેરમેન તરીકેની જવાબદારી હવે ઉદયભાઈ કોટકને (Uday Kotak) સોંપવામાં આવી છે. અગાઉ આ પદ પર નિવૃત્ત IAS અધિકારી ડૉ. હસમુખભાઈ અઢિયા (Dr. Hasmukhbhai Adhia) હતા.
gandhinagar   gift city ને મળ્યા નવા ચેરમેન  ઉદ્યોગપતિ ઉદય કોટકને સોંપાઈ જવાબદારી
Advertisement
  1. ગુજરાત સરકારનો ગિફ્ટ સિટીને લઈ વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય
  2. ઉદ્યોગપતિ ઉદયભાઈ કોટકને ગિફ્ટ સિટીનાં ચેરમેન બનાવાયા (Gandhinagar)
  3. હસમુખભાઈ અઢિયાની જગ્યાએ ઉદયભાઈ કોટક ગિફ્ટ સિટીનાં ચેરમેન બન્યા
  4. શહેરી વિકાસ વિભાગે નોટિફિકેશ જાહેર કરી માહિતી આપી

Gandhinagar : ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગે એક નોટિફિકેશ જાહેર કરી માહિતી આપી કે, ગિફ્ટ સિટીના ચેરમેન તરીકેની જવાબદારી હવે ઉદયભાઈ કોટકને (Uday Kotak) સોંપવામાં આવી છે. અગાઉ આ પદ પર નિવૃત્ત IAS અધિકારી ડૉ. હસમુખભાઈ અઢિયા (Dr. Hasmukhbhai Adhia) હતા.

Advertisement

Gandhinagar, ઉદયભાઈ કોટક બન્યા ગિફ્ટ સિટીનાં નવા ચેરમેન

શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજે એટલે કે 13 ફેબ્રુઆરી 2026 ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ગિફ્ટ સિટીનાં (GIFT City) ચેરમેન પદ પર ઉદયભાઈ કોટકની નિમણૂક કરવામાં આવી છે. કંપનીના ચેરમેન તરીકે ઉદ્યોગપતિ ઉદયભાઈ સુરેશ કોટકને (Uday Kotak) તાત્કાલિક અસરથી નિમવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, અગાઉ 19 જૂન, 2023 ના રોજ નિવૃત્ત IAS અધિકારી ડૉ. હસમુખભાઈ અઢિયાને આ પદ સોંપવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો- Studio On Wheels : પ્રવાસીઓમાં તેજી વચ્ચે કચ્છના માહિતી કેન્દ્રોને તાળા !

હસમુખભાઈ અઢિયાની જગ્યાએ ઉદયભાઈ કોટક ચેરમેન બન્યા

ડૉ. હસમુખભાઈ અઢિયા (Dr. Hasmukhbhai Adhia) મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પણ ફરજ બજાવતા હતા. જો કે, હવે તેમની જગ્યાએ ગિફ્ટ સિટીનાં ચેરમેન તરીકે ઉદયભાઈ કોટકની તાત્કાલિક અસરથી નિયુક્તિ કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ, આ નિયુક્તિ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી આદેશ સુધી આ પદ પર કાર્યરત રહેશે. નિમણૂકની શરતો અને નિયમો અંગેનો નિર્ણય સરકાર દ્વારા આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો- Junagadh: ભવનાથમાં પોલીસ કંટ્રોલ રૂમ સતત ભક્તોની સેવામાં કાર્યરત!

Tags :
Advertisement

.

×