Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે આકરી કાર્યવાહી, 14 સિનિયર સસ્પેન્ડ

ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન ડો. દર્શન દવેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમારી પાસે વિદ્યાર્થીના ઇન્ટ્રોની બાબતે જાણકારી મળી હતી (GMERS Gandhinagar Ragging Case). જે બાદ અમારી ઇન્ટર્નલ એન્ટી રેગિંગ સ્કવોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં તથ્ય જણાતા સિનિયર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓને ઇન્ટ્રો કરાવ્યો હતો. આ મામલે 14 સિનિયર વિદ્યાર્થીને રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે.
gmers મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે આકરી કાર્યવાહી  14 સિનિયર સસ્પેન્ડ
Advertisement
  • ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાથી ચકચાર
  • રાજ્ય સરકારના મંત્રીએ દુખ વ્યક્ત કર્યું હતું
  • કમિટિની તપાસ બાદ આકરા પગલાં લેવામાં આવ્યા છે

GMERS Gandhinagar Ragging Case : ગુજરાતમાં રેગિંગનો ફરી એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરની જીએમઈઆરએસ (GMERS ) મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના નવા આવેલા જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બોલાવીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપ્યો હતો (GMERS Gandhinagar Ragging Case). આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે એક અનામી ફરિયાદ ડીન કચેરીમાં પહોંચી છે. હવે આ મામલે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો. દર્શન દવેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, ઘટનાની તપાસમાં તથ્ય જણાતા 14 સિનિયર વિદ્યાર્થીઓને રસ્ટીગેટ કરવામાં આવ્યા છે.

નવા વિદ્યાર્થીઓને ઇન્ટ્રો કરાવ્યો હતો

ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન ડો. દર્શન દવેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમારી પાસે વિદ્યાર્થીના ઇન્ટ્રોની બાબતે જાણકારી મળી હતી (GMERS Gandhinagar Ragging Case). જે બાદ અમારી ઇન્ટર્નલ એન્ટી રેગિંગ સ્કવોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં તથ્ય જણાતા સિનિયર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓને ઇન્ટ્રો કરાવ્યો હતો. આ મામલે 14 સિનિયર વિદ્યાર્થીને રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે. 6 માસથી લઇને બે વર્ષ સુધી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

6 મહિનાથી લઇને 2 વર્ષ સુધી રસ્ટીગેશન

આ મામલે પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે વારાફરથી હોસ્ટેલમાં ઇન્ટ્રો કરાવ્યા અંગેની ફરિયાદ થઇ હતી (GMERS Gandhinagar Ragging Case). જેની સામે કાર્યવાહીમાં બીજા વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે જ્યારે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તાબડતોબ કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આવી ઘટનાનું પુનરાવર્તન અટકશે.

Advertisement

બીજાને દુઃખ આપવા નહીં

અત્રે નોંધનીય છે કે, રેગિંગના મામલે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનશેરીયા મીડિયા સમક્ષ ખૂબ જ ગુસ્સે અને દુઃખી દેખાયા હતા (GMERS Gandhinagar Ragging Case), તેમણે કહ્યું હતું કે, “રેગિંગની જેવો બનાવ બનતાંની સાથે જ અમે કડક કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીઓને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમે મા-બાપનાં સપનાં સાકાર કરવા, લોકોના જીવ બચાવવા ડોક્ટર બનવા આવ્યા છો, બીજાને દુઃખ આપવા નહીં. જો તમારામાં બીજાને ત્રાસ આપવાના સંસ્કાર હશે તો પછી દર્દીઓનું શું થશે ?

આ પણ વાંચો -------  Chhota Udepur : અજાણ્યા વાહનચલાકે ટક્કર મારી, બાઇકસવાર 3 હવામાં ફંગોળાયા, બાઇક 600 મી. દૂર મળ્યું!

Tags :
Advertisement

.

×