ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : 'ગો ગ્રીન', પ્લાસ્ટિક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘Gujarat Police’ ની અનોખી પહેલ

Gujarat Police દ્વારા અનોખી પહેલ હાથ ધરાઈ  પોલીસ વિભાગની કાર્યરત ઇમારતોની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન મહત્તમ વીજ બચત થશે, પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકાશે Gandhinagar : સૌર ઊર્જાનો વ્યાપ વધારીને વીજળી બચાવવા તથા વર્તમાન સમયમાં મહત્તમ વપરાશમાં લેવાતી...
09:03 PM Oct 28, 2024 IST | Vipul Sen
Gujarat Police દ્વારા અનોખી પહેલ હાથ ધરાઈ  પોલીસ વિભાગની કાર્યરત ઇમારતોની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન મહત્તમ વીજ બચત થશે, પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકાશે Gandhinagar : સૌર ઊર્જાનો વ્યાપ વધારીને વીજળી બચાવવા તથા વર્તમાન સમયમાં મહત્તમ વપરાશમાં લેવાતી...
  1. Gujarat Police દ્વારા અનોખી પહેલ હાથ ધરાઈ 
  2. પોલીસ વિભાગની કાર્યરત ઇમારતોની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન
  3. મહત્તમ વીજ બચત થશે, પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકાશે

Gandhinagar : સૌર ઊર્જાનો વ્યાપ વધારીને વીજળી બચાવવા તથા વર્તમાન સમયમાં મહત્તમ વપરાશમાં લેવાતી પ્લાસ્ટિકની બોટલનો સ્થળ પર જ નિકાલ લાવવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયનાં માર્ગદર્શન હેઠળ ઊર્જા વિભાગની મદદથી તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ વિભાગની કાર્યરત ઇમારતોની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન (Solar Energy) કરાવી મહત્તમ વીજ બચત કરવામાં આવશે.

આ પણ વાંચો -Amreli : ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી ? : PM Narendra Modi

વીજ બચત માટે સોલર રૂફ્ટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાઈ

ગાંધીનગર (Gandhinagar) સ્થિત પોલીસ ભવનની ઇમારતનાં છત પર તથા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વિવિધ બેરેક, તાલીમ સેન્ટર સહિતની 12 ઇમારતોમાં મળી 237 કિલો વૉટ જેટલી ક્ષમતા ધરાવતી સોલર રૂફ્ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. તે ઉપરાંત, કેટલાક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કામગીરી ચાલી રહી છે અને અન્ય કચેરીઓમાં પણ તબક્કાવાર આ કામગીરી ચાલુ થશે, જેનાથી આગામી સમયમાં સરકારને કરોડો રૂપિયાની બચત થશે.

આ પણ વાંચો -IPS હસમુખ પટેલની GPSC નાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ

પોલીસ ભવન ખાતે પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકાશે

એટલું જ નહિ, આ પહેલથી પર્યાવરણનું રક્ષણ થવાની સાથોસાથ કુદરતી સંસાધનોનો વ્યય અટકશે અને તેનો મહત્તમ સદઉપયોગ થશે. ગો ગ્રીન-ગ્રીન (Go green) ગુજરાતનાં સંકલ્પ સાથે ગુજરાત પોલીસે (Gujarat Police) વધુ એક પહેલ કરી છે, જેમાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે મુખ્ય સંકુલમાં જ એક પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યું છે. પ્લાસ્ટિક બોટલને ગમે ત્યાં ન ફેંકીને તેને આ મશીનમાં ક્રશ કરી સ્થળ પર જ પ્લાસ્ટિક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો છે.

આ પણ વાંચો - VADODARA : "G-20 સમિટમાં તમારી ખોટ સાલી હતી, દિપાવલી સમયે સ્વાગતનું સૌભાગ્ય મળ્યું" - PM મોદી

Tags :
Breaking News In GujaratiDistrict Superintendent of PoliceGandhinagarGo Green-Green GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat PoliceGujarat Police DepartmentGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiPlastic BottlesPolice BhavanSolar EnergyState Police Chief Vikas Sahay
Next Article