Gandhinagar : ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર, ‘સામુહિક ચિંતનથી સામુહિક વિકાસ ગુજરાત’ થીમ પર મંથન
- Gandhinagar : 27-29 નવેમ્બરે ધરમપુરમાં ચિંતન શિબિર : સામુહિક ચિંતનથી સામુહિક વિકાસનું નવું સૂત્ર
- ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર : PSO-ગનમેન, બધા ટ્રેનમાં જશે ધરમપુર
- કેબિનેટે આપી મંજૂરી : ત્રણ દિવસની ચિંતન શિબિરમાં 241 અધિકારીઓ સાથે નીતિગત મંથન
- વિકસિત ગુજરાત 2047નું બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરશે ધરમપુર ચિંતન શિબિર
- ના સુરક્ષા કર્મી, ના સહાયક : ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં સાદગીનો સંદેશ
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં આગામી ત્રણ દિવસની રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ચિંતન શિબિર અંગે વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ 12મી ચિંતન શિબિર 27, 28 અને 29 નવેમ્બરે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે યોજાશે.
“સામુહિક ચિંતનથી સામુહિક વિકાસ ગુજરાત” થીમ હેઠળ યોજાનારી આ શિબિરમાં સમગ્ર કેબિનેટ ઉપરાંત રાજ્યના 241 જેટલા વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. શિબિરનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસને વેગ આપવા માટે નીતિગત મુદ્દાઓ, યોજનાઓની અમલવારી તથા નવા વિઝન પર ખુલ્લા મને ચર્ચા-વિચારણા કરવાનો છે.
શિબિરની ખાસ વાત એ છે કે કોઈપણ મંત્રી કે અધિકારી પોતાની સાથે સુરક્ષા કર્મી (PSO), ગનમેન કે અંગત સહાયકને લઈ જઈ શકશે નહીં. તમામે ધરમપુર જવા અને પરત ફરવા માટે ટ્રેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. આનાથી સાદગી તથા સમાનતાનો સંદેશ આપવાનો સરકારનો હેતુ છે.
માહિતી અને પ્રસારણ મંત્રી તથા સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, “આ ચિંતન શિબિર ગુજરાતને વધુ સશક્ત, સમૃદ્ધ અને સ્માર્ટ બનાવવાના નવા વિચારોનું કેન્દ્ર બનશે. ત્રણ દિવસ સુધી ચાલનારા મંથનથી 2047 સુધી વિકસિત ગુજરાતનું રોડમેપ વધુ મજબૂત બનશે.”
આ પહેલાં યોજાયેલી 11 ચિંતન શિબિરોએ રાજ્યની અનેક મોટી યોજનાઓ અને નીતિઓને આકાર આપ્યો છે. આ વખતે પણ ખેડૂત કલ્યાણ, ઔદ્યોગિક વિકાસ, પર્યટન, ડિજિટલ ગુજરાત તથા ગ્રીન એનર્જી જેવા મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થવાની શક્યતા છે.
આ પણ વાંચો- Amit Chavda : “હપ્તા બંધ થઇ જવાનો ડર છે, બુટલેગરો જેલમાં જશે એવી બીક છે”