Gandhinagar: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો મોટો નિર્ણય,જો ડૉક્ટરો આવું કરશે..
- PMJAYમા યોજનાની કામગીરીને લઈ ગાંધીનગરમાં બેઠક મળી
- આરોગ્યમંત્રીએ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા સૂચનો આપ્યા
- નવી ટીમ તૈયાર કરી રિપોર્ટ મંગાવવામાં આવશે
Gandhinagar: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ(Health Minister Rishikesh Patel)ની અધ્યક્ષતામાં ગાંધીનગર(Gandhinagar) ખાતે PMJAY મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીએ PMJAY મા યોજનાની સમગ્ર કામગીરી, વ્યવસ્થાપન, પ્રિ-ઓથ જનરેશન થી લઇ ક્લેઇમ એપ્રુવલ સુધીની તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી હતી.
ગેરરિતી કરનાર ડોક્ટરને છોડવામાં નહીં આવે:આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, PMJAY મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ હોય કે રાજ્યની અન્ય કોઇ પણ હોસ્પિટલ સારવારની આડમાં માનવજીંદગી સાથે ચેડા કરતા ડોક્ટર કે હોસ્પિટલની આ ગેરરિતીને કોઇપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રકારની પ્રવૃતિ કરતા લોકો સામે કડકમાં કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવશે. PMJAY મા યોજનાના પ્રવર્તમાન માળખા,વ્યવસ્થાપન અને કામગીરીને સધન અને સુદ્રઢ બનાવવા તેમજ સિસ્ટમમાં કોઇપણ નાની-મોટી ત્રુટીઓ રહી ન જાય તે પ્રમાણેની કામગીરી હાથ ધરવા મંત્રી એ આપી છે.
વિઝિટ રિપોર્ટ મંગાવવામાં આવશે.
આરોગ્યમંત્રીએ વધુમા જણાવ્યુ કે,PMJAY મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી સંદર્ભે નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. સ્ટેટ એન્ટી ફ્રોર્ડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરવા આવશે . તેમજ નવી ટીમ તૈયાર કરી હોસ્પિટલોની વિઝિટ કરાવવામાં આવશે અને વિઝિટ રિપોર્ટ મંગાવવામાં આવશે. નેશનલ એન્ટી ફ્રોડ યુનિટ (NAFU)ને જાણ કરીને રાજ્યની જરૂરિયાત મુજબના સુધારા Triggers માં કરાવવામાં આવશે.
આ પણ વાંચો -આવા સરકારી શિક્ષકોની નોકરી ખતરામાં, શિક્ષણ મંત્રીએ કહ્યું તત્કાલ હકાલપટ્ટી કરો
મેડીકલ ઓફિસરને હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.
વધુંમા વિવિધ પ્રોસીજરસમાં વપરાતા સ્ટેન્ટ અને ઇમ્પલાન્ટસના ક્વોલિટી અંગે તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.એન્જીયોગ્રાફી (CAG)એન્જીયોપ્લાસ્ટી (PTCA) પ્રોસીજરની વિગતો દર્શાવતી સીડી (CD) ફરજીયાત પોર્ટલમાં અપલોડ કરવાની રહેશે. ઉક્ત પ્રોસીજરની સીડી (CD) અપલોડ માટેનું સોફટવર અંતિમ તબક્કામાં છે. જે ટુંક સમયમાં કાર્યરત થશે.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વ્રારા મહિનામાં ઓછામાં ઓછી ૨(બે) હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.
આ પણ વાંચો -kutch:રાપર તાલુકાની ઉમૈયા શાળામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધુંધળુ
હોસ્પિટલોની કામગીરી મૂલ્યાંકન આધારિત ગ્રેટેશન કરવામાં આવશે .
PMJAY યોજના સંલગ્ન હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી ખાસ પ્રકારની સારવાર માટે દર્દી અને તેઓના સગાને સારવારની વિગતવાર સમજણ આપી તેઓની સંમતિ ઓડિયો-વિડિયો માધ્યમથી ફરજીયાત લેવાની રહેશે.