Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : તમામ યુનિવર્સિટીમાં હવે હેલ્મેટ ફરજિયાત! DGP એ લખ્યો પત્ર

ફરજિયાત હેલ્મેટ પહેરાવવા માટે તમામ ખાનગી તથા સરકારી યુનિવર્સીટીનાં VC ને રાજ્ય પોલીસ વડાએ પત્ર લખી અપીલ કરી છે.
gandhinagar   તમામ યુનિવર્સિટીમાં હવે હેલ્મેટ ફરજિયાત  dgp એ લખ્યો પત્ર
Advertisement
  1. હેલ્મેટનાં નિયમની અમલવારી કરાવવા DGP નો પત્ર
  2. રાજ્યની તમામ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરોને પત્ર
  3. DGP એ ખાનગી તથા સરકારી યુનિ. ના VC ને પત્ર લખી કરી વિનંતી

Gandhinagar : રાજ્યની તમામ યુનિવર્સિટીમાં (Universities) વિધાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરાવવા માટે તમામ ખાનગી તથા સરકારી યુનિવર્સીટીનાં VC ને રાજ્ય પોલીસ વડાએ (DGP Vikas Sahay) પત્ર લખી અપીલ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અવર-જવર માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. આથી, તેમણે ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચન કરવામાં આવે અને હેલ્મેટ પહેરવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવે.

આ પણ વાંચો - Vadodara : અસામાજિક તત્વોનો વધતો આતંક! પોલીસ કમિશનરે કહી આ વાત!

Advertisement

Advertisement

રાજ્યની તમામ યુનિવર્સિટીનાં VC ને DGP નો પત્ર

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (DGP Vikas Sahay) દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરોને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટીમાં ટુ-વ્હીલર પર આવતા-જતાં વિધાર્થીઓ અને કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનું કહેવા માટે વિનંતી કરાઈ છે. રાજ્ય પોલીસ વડાએ પત્રમાં લખ્યું કે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજોમાં અંદાજે 16.4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ અવર-જવર માટે મોટા ભાગે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો - 'ખ્યાતિ' બાદ જાણીતી 'સ્ટર્લિંગ હોસ્પિટલ' વિવાદમાં! દર્દીનાં પરિવારજનો એ Gujarat First નો માન્યો આભાર

ગત વર્ષે માર્ગ અકસ્માતમાં કુલ 7,854 લોકોનાં મોત નીપજ્યાં

રાજ્ય પોલીસ વડાએ આગળ લખ્યું કે, ગત વર્ષ દરમિયાન માર્ગ અકસ્માતમાં (Road Accident) કુલ 7,854 લોકો મુત્યુ પામ્યા હતા, જેમાંથી 2,767 (35%) લોકોનાં મૃત્યુ હેલ્મેટ ન પહેરવાનાં કારણે થયા હતા. ઉપરાતં, કુલ જીવ ગુમાવનારમાંથી 2,082 (26.50%) વ્યક્તિ 26 વર્ષની નીચેની હતી, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. પરિસરમાં ટુ-વ્હીલર વાહનોનો ઉપયોગ કરતા અધિકારીઓ, કર્માચારીઓ અને સ્ટાફ માટે હેલ્મેટ (Helmet) પહેરવા અંગે જરૂરી સૂચના ગુજરાત સરકાર (Gandhinagar) દ્વાર આપવામાં આવેલી છે. આથી, રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી, કર્મચારી અને વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરે તે માટે સહકારની વિનંતી છે.

આ પણ વાંચો - Ahmedabad Police: પોલીસ બેડામાં હડકંપ! એક સાથે 13 પોલીસકર્મીની અન્ય જિલ્લાઓમાં બદલી

Tags :
Advertisement

.

×