Gandhinagar : 22 મીએ અધિકારીઓ માટે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ વર્ગ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM આપશે હાજરી
- ગુજરાત વિધાનસભામાં 22 ઓક્ટોમ્બરે કાયદાના ડ્રાફ્ટિંગ માટે તાલીમ વર્ગ (Gandhinagar)
- લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમમાં અધિકારીઓને ટ્રેનિંગ અપાશે
- આ કાર્યક્રમમાં દેશનાં ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહેશે
- CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ, ધારાસભ્ય અને સાંસદ સભ્યો હાજર રહેશે
Gandhinagar : ગુજરાત વિધાનસભામાં 22 ઓક્ટોબરનાં રોજ કાયદાનાં ડ્રાફટિંગ માટે તાલીમ વર્ગ યોજાશે. આ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમનાં કાર્યક્રમમાં અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. જણાવી દઈએ કે, આ તાલીમ કાર્યક્રમમાં દેશનાં ગૃહમંત્રી અમિતભાઈ શાહની (Amit Shah) વિશેષ ઉપસ્થિતિ રહેશે. સાથે જ રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ તેમ જ ધારાસભ્ય અને સાંસદ સભ્યો પણ હાજર રહેશે.
આ પણ વાંચો - Viramgam : 'નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસકામોમાં 1 રૂપિયો ખૂટે તેમ નથી' : CM
ગુજરાત વિધાનસભામાં 22 ઓક્ટોબરે યોજાશે વિશેષ તાલીમ વર્ગ
કાયદાના ડ્રાફ્ટીંગ માટે વિશેષ તાલીમ વર્ગનું આયોજન
લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગની અધિકારીઓને અપાશે તાલીમ
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર
CM ભૂપેન્દ્ર પટેલ સહીતના મંત્રીઓ પણ રહેશે હાજર
ધારાસભ્યો અને સાંસદ સભ્યો… pic.twitter.com/e4MqvUbqSz— Gujarat First (@GujaratFirst) October 20, 2024
લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન
ગુજરાત વિધાનસભાનાં (Gujarat Legislative Assembly) અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ એક વીડિયો થકી માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા દ્વારા લેજિસ્લેટિવ ટ્રેનિંગ પ્રોગ્રામ (Legislative Training Program) કાયદાના ડ્રાફ્ટિંગ માટે સંપૂર્ણ દિવસનો અભ્યાસ વર્ગ તારીખ 22 ઓક્ટોબર, 2024 એટલે કે મંગળવારનાં રોજ રાખવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યું કે, આ કાર્યક્રમમાં કાયદાનાં ડ્રાફ્ટિંગ સાથે જોડાયેલા અધિકારીઓ માટે સંપૂર્ણ દિવસ દરમિયાન વિશેષ તજજ્ઞો દ્વારા અભ્યાસ વર્ગ યોજાશે.
આ પણ વાંચો - Gir Somnath : Eco Sensitive Zone વિવાદમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાને! કહી આ વાત
દેશનાં ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ
શંકરભાઇ ચૌધરીએ (Shankarbhai Chaudhary) આગળ કહ્યું કે, બપોરે બે કલાકે દેશનાં ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહનું (Amit Shah) વિશેષ માર્ગદર્શન મળશે. સાથે જ રાજ્યનાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. માહિતી મુજબ, આ કાર્યક્રમમાં મંત્રીમંડળ તેમ જ ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે.
આ પણ વાંચો - Rain in Gujarat : રાજકોટ, અમરેલી, નવસારી સહિત આ જિલ્લાઓનો મેઘરાજાએ વારો લીધો! વાંચો સમગ્ર અહેવાલ