Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં બીજો દિવસ અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આરોગ્યધામનું લોકાર્પણ કર્યું 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા સજ્જ CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા   Gandhinagar: ગાંધીનગર (Gandhinagar) ના અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit...
gandhinagar  અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ
Advertisement
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં બીજો દિવસ
  • અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આરોગ્યધામનું લોકાર્પણ કર્યું
  • 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા સજ્જ
  • CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા

Gandhinagar: ગાંધીનગર (Gandhinagar) ના અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય મંત્રી અને CM ભૂપેન્દ્રએ આરોગ્યધામ નિરીક્ષણ પણ કર્યું હતું. 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Advertisement

અડાલજ ખાતે રૂપિયા 50 કરોડના ખર્ચે નિર્માણ

ગાંધીનગર (Gandhinagar) ના અડાલજ ખાતે રૂપિયા 50 કરોડના ખર્ચે નિર્માણ થવા પામેલી હીરામણી આરોગ્યધામનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય ક્ષેત્રે 4 ઓક્ટોબરે સ્વર્ણિમ સૂર્યોદય થયો છે.

Advertisement

આ પણ  વાંચો -ֹ‘સ્વચ્છતાની બુનિયાદી જરૂરિયાતને સમજાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીજી પછી બીજા રાષ્ટ્રીય નેતા’ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું

લોકો માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી અને આવકારદાયક બાબત કરી શકાય તેવી અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ જન સહાયક ટ્રસ્ટ દ્વારા રૂપિયા 50 કરોડના ખર્ચે અન્નપૂર્ણા મંદિર પાછળ અડાલજ ગાંધીનગર ખાતે હીરામણી આરોગ્યધામ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું

આ પણ  વાંચો -Ahmedabad : 'તમે શાળાની મુલાકાત લેશો તો ભવિષ્ય ઉજ્જવળ છે તેવું લાગશે' : Amit Shah

હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય: શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે, હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય થયું છે. નરહરી અમીને રાજનીતિના ઉતાર ચઢાવ જોયા, નરહરી અમીન રાજનીતિમાં હંમેશા સ્થિર રહ્યા. હીરામણી આરોગ્ય ધામમાં તમામ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ શકે છે. તમામ વર્ગના લોકો માટે હીરામણી આરોગ્ય ધામ...60 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે. 75 હજાર મેડિકલ બેઠકો વધશે. ભાજપ સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે.

હીરામણી આરોગ્યધામમાં અપાશે આ વિશેષ સુવિધાઓ

  • ડાયાલિસિસ વિભાગ
  • કીમોથેરાપી વિભાગ
  • ગેસ્ટ્રોએન્ટેરોલૉજી
  • ઓ.પી.ડી. કન્સલ્ટેશન
  • બ્લડસેન્ટર (24 કલાક)
  • પેથોલોજી લેબોરેટરી
  • દવાઓનો સ્ટોર (24 કલાક)
  • અદ્યતન ફિઝીયોથેરાપી
  • દંત ચિકિત્સા
  • પંચકર્મ અને શિરોધારા
  • વમન અને વિરેયન
  • એરોમા થેરાપી
  • હોમિયોપેથી
  • યોગા, મેડિટેશન
  • ગર્ભસંસ્કાર

Tags :
Advertisement

.

×