Gandhinagar : મોડી રાતે 'નેશનલ લો યુનિવર્સિટી' ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી!
- નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
- ગઈકાલે મોડી રાત્રે મેઇલ મારફતે ધમકી મળી
- ગાંધીનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડે તપાસ કરી
- જો કે, તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન મળ્યું
ગાંધીનગરની (Gandhinagar) નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગઈકાલે મોડી રાત્રે એક ઇ-મેઇલ મારફતે આ ધમકી આપવામાં આવી છે. ઇ-મેઇલની માહિતી મળતા મોડી રાત્રે જ ગાંધીનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની (Bomb Disposal Squad) ટીમ યુનિવર્સિટી પહોંચી હતી અને તપાસ આદરી હતી. જો કે, અત્યાર સુધી તપાસમાં કોઈ શંકાસ્પદ મળ્યુ નથી. ધમકીભર્યો ઇ-મેઇલ કોણે કર્યો ? તે અંગેની પોલીસે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો - Ahemdabad : શાળા સંચાલકે Gujarat First નાં રિપોર્ટરને આપી ધમકી! કહ્યું- તમારી તાકાત હોય તો..!
નેશનલ લો યુનિ.ને બોમ્બથી ઉડાવવાની ધમકી!
માહિતી મુજબ, ગાંધીનગરમાં (Gandhinagar) આવેલી નેશનલ લો યુનિવર્સિટીને ગઈકાલે મોડી રાતે એક ધમકીભર્યો ઇ-મેઇલ આવ્યો હતો. આ ઇ-મેઇલમાં નેશનલ લો યુનિવર્સિટીને (National Law University) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક ગાંધીનગર પોલીસને (Gandhinagar Police) જાણ કરવામાં આવી હતી. આથી, મોડી રાતે જ ગાંધીનગર પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમ યુનિવર્સિટી પહોંચી હતી.
આ પણ વાંચો - Ahemdabad : મણિનગરની શાળાનાં સંચાલકોએ 200 વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂક્યો!
- નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
- ગઈકાલે મોડી રાત્રે ઇ-મેઇલ મારફતે ધમકી મળી
- ગાંધીનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડે તપાસ કરી
- તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન મળી આવતા રાહત
- ધમકીભર્યા ઇ-મેઇલથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ@GnrPolice #NationalLawUniversity…— Gujarat First (@GujaratFirst) October 14, 2024
પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની તપાસમાં કોઈ શંકાસ્પદ ન મળ્યું
જો કે, પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોર્ડની તપાસમાં યુનિવર્સિટીમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આ ધમકીભર્યો ઇ-મેઇલ (Threatening E-mail) ક્યાંથી આવ્યો ? અને કોણે કર્યો ? કયાં હેતુંથી કર્યો ? તે અંગે ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જો કે, યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળો ઇ-મેઇલ આવતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓ યુનિ.ની બહાર કેમ્પસમાં ભેગા થયા હતા.
આ પણ વાંચો - Banaskantha : લવ જેહાદનો ચકચારી કિસ્સો! ગરબે રમવા ગયેલી 1 બાળકની માતાને વિધર્મી ભગાડી ગયો