ઓલિમ્પિક મેડલિસ્ટ લવલીના બોર્ગોહેને કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને વધાવી, વડાપ્રધાનના નેતૃત્વને વખાણ્યું
- અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા ચારેતરફથી સરાહના થઇ રહી છે
- આજે ઓલિમ્પિક મેડલિસ્ટ બોક્સર ગાંધીનગરની મુલાકાતે આવી, એકેડમી માટે એમઓયુ કર્યા
- લવલીના બોર્ગોહેને રમત ગમતના ક્ષેત્રમાં થયેલી સફળતા ગણાવી
Olympic Medalist Lovlina Borgohain Appreciate PM Modi : તાજેતરમાં અમદાવાદના કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની સોંપવામાં આવી છે. આ સફળતા સરકારની સૌથી મોટી સિદ્ધીઓમ પૈકીની એક છે. આ સિદ્ધી બાદ લોકો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના (PM Narendra Bhai Modi) વિઝન, નેતૃત્વ અને તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભને યાદ કરી રહ્યા છે. હાલમાં ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર આસામની મહિલા બોક્સર લવલીના બોર્ગેહેન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓએ ગાંધીનગર ખાતે આવેલી રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં લવલીના બોક્સિંગ એકેડમીની શરૂઆત કરવા માટે MOU કર્યા છે. આ તકે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયેલા રમત-ગમત ક્ષેત્રના વિકાસને વધાવ્યો છે. અને કોમનવેલ્થ ગેમ્સના કારણે રમત-ગમત સહિતના ક્ષેત્રને થનારા ફાયદાઓ ગણાવ્યા છે.
ઘણા લોકો રમત પ્રત્યો વધુ આકર્ષાશે
ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ લાવનાર આસામની મહિલા બોક્સર લવલીના બોર્ગોહેનએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતમાં ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. અને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અગાઉ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ખેલ મહાકુંભ શરૂ કર્યું હતું, આજે દેશમાં રમત-ગમત ક્ષેત્રમાં સારો વિકાસ થયો છે. કોમનવેલ્થ ગેમ્સની યજમાનીથી દેશને સારો ફાયદો થશે, ઘણા લોકો રમત પ્રત્યો વધુ આકર્ષાશે. તેમણે વધુમાં કહ્યું કે, કહમણાં કેટલાક વર્ષો સુધી લોકો માત્ર ક્રિકેટને જ પસંદ કરતા હતા, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે, આપણે ઘણી રમતોમાં આગળ આવ્યા છીએ.
બીજા દેશોમાં રમાતી રમત આપણે જોતા હતા
તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલા આપણે ટીવીમાં બીજા દેશમાં રમાતી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જોતા હતા. હવે આપણે ત્યાં યોજાનાર છે, જેથી લોકોને રમત વધારે આકર્ષિત કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રમત-ગમતના ક્ષેત્રો સાથે ઘણા બધા વિષયો પર આગળનું વિચારી રહ્યા છે. જે દેશ માટે સારી વાત છે.
આ પણ વાંચો ------- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ સાથે મુલાકાત કરી