ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: સશસ્ત્ર સેના ધ્વજ દિવસે CM Bhupendra patel એ વીર જવાનોના પરિવારો માટે ફાળો અર્પણ કર્યો

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.આ વેળાએ સૈનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ક્રિષ્ણદિપ સિંહ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
12:24 PM Dec 07, 2025 IST | Sarita Dabhi
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.આ વેળાએ સૈનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ક્રિષ્ણદિપ સિંહ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Gandhinagar-CM Bhupendra patel- Gujarat first 1

Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra patel) આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના પવિત્ર અવસરે વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં સૈનિક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૈનિક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો

મહત્વનું છેકે, દેશની સરહદોની રક્ષા કરતાં વીરગતિ પામેલા તેમજ દિવ્યાંગ બનેલા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારોના કલ્યાણ અને પુનર્વસન માટે દર વર્ષે 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં સ્વૈચ્છિક ફાળા એકત્ર કરવામાં આવે છે.

વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે વ્યક્ત કરી કૃતજ્ઞતા

મુખ્યમંત્રીએ ફાળો અર્પણ કરતાં જણાવ્યું હતું કે, “આપણા વીર સૈનિકોના બલિદાન વિના દેશની આઝાદી અને સુરક્ષા શક્ય નથી. તેમના પરિવારોની સેવા અને સહાય કરવી એ આપણું નૈતિક કર્તવ્ય છે.”

નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ ક્રિષ્ણદીપ સિંહ તેમજ અન્ય અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે સૈનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ ક્રિષ્ણદીપ સિંહ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ આ દિવસે ઉદારતાપૂર્વક ફાળો આપી વીર જવાનોના પરિવારોના કલ્યાણમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી.

આ પણ વાંચો:  Surat: લિફ્ટનો કેબલ તૂટતાં મહિલા ફસાઈ, ફાયર બ્રિગેડના જવાનોએ કર્યું રેસક્યું

Tags :
Armed Forces Flag DayCM Bhupendra PateldonatedGandhinagarGujaratGujarat Firstsoldiers families
Next Article