Gandhinagar : ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે સન્માન
- Gandhinagar ખાતે આજે પોલીસકર્મીઓનું સન્માન થશે
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે સન્માનિત કરાશે
- મોટી ઘટનાઓમાં સારી કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાશે
ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે પોલીસકર્મીઓનું સન્માન કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) હસ્તે પોલીસકર્મીઓનું સન્માન કરાશે. તાજેતરમાં બનેલી સિરિયલ કિલર સહિતની ઘટનાઓમાં મહત્ત્વની કામગીરી કરનારા પોલીસકર્મીઓને બિરદાવવામાં આવશે.
આ પણ વાંચો - Gandhinagar : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, આ મહત્ત્વનાં મુદ્દાઓની થશે સમીક્ષા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાશે
ગાંધીનગરમાં (Gandhinagar) આજે પોલીકર્મીઓનું (Gujarat Police) સન્માન કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવશે. માહિતી અનુસાર, પોલીસકર્મીઓનો આ સન્માન કાર્યક્રમ આજે સાંજે 5 વાગે યોજાશે.
આ પણ વાંચો - Ahmedabad : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે હિન્દુ સંગઠનોનું ઊગ્ર વિરોધ પ્રદર્શન
સિરિયલ કિલર જેવી ઘટનાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસકર્મીનું સન્માન
ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં તાજેતરમાં સિરિયલ કિલર જેવી ઘટનાઓમાં તાત્કાલિક અને મહત્ત્વની કામગીરી કરનારા પોલીસકર્મીઓને બિરદાવવામાં આવશે. સાથે જ ગુજરાતની મોટી ઘટનાઓ, કાર્યક્રમો, આયોજનોમાં મહત્ત્વની કામગીરી કરનાર પોલીસકર્મીઓને પણ સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ થકી ગુજરાત પોલીસ જવાનોને વધુ સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં ગુલાબી ઠંડી પડતા લોકો ઠુંઠવાયા! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે ઠંડીનું જોર ?