Gandhinagar : સત્કાર સમારોહમાં વડાપ્રધાનનો બાળ પ્રેમ જોવા મળ્યો, જુઓ વીડિયો
- ગુજરાતના પનોતા પુત્ર PM મોદી વતનમાં વિકાસ પ્રવાસે
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોંચ્યા ગાંધીનગર
- મંત્રી બળવંતસિંહના પુત્રના લગ્ન સમારોહમાં આપી હાજરી
- PM મોદી રાજભવન બદલે લગ્ન સમારોહમાં રહ્યા ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. સિદ્ધપુરના ધારાસભ્ય અને ઉદ્યોગપતિ બળવંતસિંહ રાજપૂતના પુત્રના લગ્નના સત્કાર સમારોહમાં વડાપ્રધાને રાજભવન જતા પહેલા હાજરી આપી હતી. વીડિયોમાં આપ જોઈ શકો છો કે વડાપ્રધાન સત્કાર સમારંભમાં જઈ રહ્યા હતા. તે દરમ્યાન ત્યાં હાજર રહેલ બાળકો દ્વારા તેઓને ' મોદી દાદા, મોદી દાદા' કહીને બોલાવવામાં આવતા વડાપ્રધાન દ્વારા બાળકોનું હસીને અભિવાદન કર્યું હતું.
PM Narendra Modi : સામાજિક પ્રસંગમાં વડાપ્રધાનનો બાળપ્રેમ | Gujarat First
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા.
મંત્રી બળવંતસિંહ રાજપૂત ના પુત્રના લગ્ન ના સત્કાર સમારોહ મા પીએમ મોદી પહોંચ્યા.
રાજભવન જવાના બદલે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદી સત્કાર સમારોહમાં હાજરી… pic.twitter.com/9Kf1dRu3fd— Gujarat First (@GujaratFirst) May 26, 2025
અમદાવાદ ખાતે ઓપરેશન સિંદૂરના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવતા રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદીઓએ ઉમળકાભેર આવકાર્યા હતા. વડાપ્રધાનએ રોડ શૉમાં સૌનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ આ રોડ શોમાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો
અમદાવાદમાં એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શૉમાં 'મા ભારતી'ના જયઘોષ સાથે અમદાવાદીઓએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ ભારતીય સૈન્ય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઊઠયો
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અમદાવાદ ખાતે યોજાયેલા રોડ શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાસભર બનાવ્યું હતું. તિરંગાની થીમ પર કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઊઠયો હતો.
શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને પીએમનું સ્વાગત કર્યું
રોડ શો દરમિયાન વડાપ્રધાનની એક ઝલક જોવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શોના રૂટ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનું સ્વાગત - સન્માન કર્યું હતું. સિંદૂર સન્માન યાત્રામાં અમદાવાદીઓએ તિરંગા સાથે અતૂટ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના દર્શાવી હતી.
રોડ શોમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરોના લીધે ચારે તરફ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમનું અનેરું દૃશ્ય સર્જાયું હતું. વિવિધ ધર્મ, સમાજ અને સંસ્થાઓના લોકો વિવિધ વેશભૂષા તથા ચિત્રો અને બેનરો સાથે આ રોડ શોમાં સહભાગી થયા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું
કાલે વડાપ્રધાન 5536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. PM મોદીના હસ્તે નાગરિકોને વિવિધ વિકાયકાર્યોની ભેટ મળશે. મહાત્મા મંદિર ખાતે 5536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ વડાપ્રધાનના હસ્તે મળશે. તેમજ અમદાવાદ સિવિલ મેડિસીટીમાં 1800 બેડની હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. સિવિલ મેડિસીટીમાં 588 કરોડના ખર્ચે 1800 બેડની હોસ્પિટલનું નિર્માણ. તેમજ યુ.એન. મહેતા કાર્ડિયાક અને ન્યૂરો કેર સેટેલાઈટ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર ખાતે 84 કરોડના ખર્ચે તૈયાર થયેલ કાર્ડિયાક-ન્યુરોકેર સેન્ટરનું તૈયાર કરાશે.
આ પણ વાંચોઃ Ahmedabad: વડાપ્રધાનના રોડ શૉ દરમિયાન 'ઓપરેશન સિંદૂર'ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું