Gandhinagar : વ્યાયામ શિક્ષકોની કાયમી કરવાની માંગને લઈ વિરોધ, પોલીસે કરી અટકાયત
- ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકોનું વિરોધ પ્રદર્શન
- કાયમી કરવાની માગ સાથે ઉતર્યા વિરોધ પ્રદર્શનમાં
- મોટી સંખ્યામાં શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા
છેલ્લા એક અઠવાડિયાથી આરોગ્ય કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. જે બાદ સરકાર દ્વારા હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. હવે વ્યાયામ શિક્ષકો મેદાને આવ્યા છે. આજે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ કાયમી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. તેમજ ગાંધીનગર વિધાનસભા ગેટ-1 તરફ કૂચ કરી હતી. અનેક રજૂઆત છતાં પ્રશ્નનનો ઉકેલ આવ્યો ન હતો. તેમજ વ્યાયામ શિક્ષકો પોતાની માંગ પર અડગ જ છે. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી હતી.
ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરી સૂત્રાચ્ચાર કર્યા હતા. જેમજ તેઓ પોતાની માંગ પર અડહ રહ્યા હતા. શિક્ષકો દ્વારા વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેઓને રોકવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા ટીંગા ટોળી કરી વ્યાયામ શિક્ષકોને પોલીસવાનમાં બેસાડી તેઓની અટકાયત કરી હતી.
અનેકવાર આવેદનપત્ર આપી રજૂઆત કરી
વ્યાયામ શિક્ષકો દ્વારા અનેકવાર કાયમી કરવા માટે તેમજ બીજી અન્ય માંગણીઓ બાબતે સરકારમાં રજૂઆત કરી છે. તેમજ આવેદનપત્રો પણ આપ્યા છે. તેમજ છતાં કોઈ માંગણીનો નિકાલ થયો નથી. આ બાબતે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકે જણાવ્યું હતું કે, અમારી ભરતી કરો, અમારી દશા જુઓ આ પોલીસે કરી છે. અંદર બેસી બેસીને એમને ભથ્થું જોઈએ છે. એમને મોંઘવારી ભથ્થા 24 ટકાના વધારા અને અમને કરાર, અમે સાત સાત વર્ષ ભણીને ડિગ્રીઓ મેળવી અને અહીંયા રઝળતા કર્યા. અગિયાર મહિનાનાં કરારમાં 8 મહિના નોકરી કરાવી.
નવ દિવસથી રજૂઆત કરી રહ્યા છીએઃ વ્યાયામ શિક્ષક
બીજા એક અન્ય મહિલા વ્યાયામ શિક્ષક દ્વારા જણાવ્યું હતું કે, અમારે નોકરી માટે આટલું રડવું પડે, મા-બાપે મજૂરી કરી અમને ડિગ્રીઓ મેળવડાવી. ત્યારે અમારે નોકરી માટે આટલું બધુ રડવું પડે તે કેટલું યોગ્ય છે. સરકાર દ્વારા આ બાબતે સત્વરે નિર્ણય લાવવો જોઈએ. છેલ્લા નવ દિવસથી અમે અહીંયા રજૂઆત કરી રહ્યા છીએ. આજે કેવો અત્યાચાર અમારા પર કરવામાં આવી રહ્યો છે તો જોઈ શકો છો તમે. એ લોકો સાંસદોનાં પગાર વધારે છે. બધાનાં પગાર વધ્યા છે.
આ પણ વાંચોઃ VADODARA : ભાજપના કોર્પોરેટરને પાર્ટીએ શો-કોઝ નોટીસ ફટકારતા ખળભળાટ