Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar : ચૌધરી કોલેજમાં ભણતી રાધનપુરની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને કર્યું આપઘાત

Gandhinagar : સેક્ટર-7માં આવેલી જે.એમ. ચૌધરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિની શિવાની ભોજાભાઈ આહીરે ક્લાસરૂમમાં દુપટ્ટો વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ દુઃખદ ઘટના 21 જાન્યુઆરીની સાંજે બની હતી, જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે શોક અને આઘાતનું વાતાવરણ છે.
gandhinagar   ચૌધરી કોલેજમાં ભણતી રાધનપુરની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને કર્યું આપઘાત
Advertisement
  • Gandhinagar જે.એમ. ચૌધરી કોલેજમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીનું આપઘાત
  • સીસીટીવીમાં કેદ થયો દુઃખદ ક્ષણ : શિવાની આહીરે ક્લાસરૂમમાં આત્મહત્યા કરી
  • પરીક્ષા પહેલાં યુવતીનું અકાળ મોત : ગાંધીનગર કોલેજમાં શોકનું મોજું
  • રાધનપુરની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાંથી ગુમ થઈને ક્લાસરૂમમાં લીધું આત્મહત્યાનું પગલું
  • ગુજરાતમાં વધતી વિદ્યાર્થી આત્મહત્યા : જે.એમ. ચૌધરી કોલેજમાં 19 વર્ષીય શિવાનીનું કરુણ અવસાન

Gandhinagar : સેક્ટર-7માં આવેલી જે.એમ. ચૌધરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિની શિવાની ભોજાભાઈ આહીરે ક્લાસરૂમમાં દુપટ્ટો વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ દુઃખદ ઘટના 21 જાન્યુઆરીની સાંજે બની હતી, જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે શોક અને આઘાતનું વાતાવરણ છે.

Gandhinagar : પ્રથમ વર્ષમાં કરતી હતી અભ્યાસ

મળતી વિગતો અનુસાર, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાનિયાતર ગામની વતની શિવાની F.Y. B.A.માં અભ્યાસ કરી રહી હતી. 21 જાન્યુઆરીની સાંજે તે હોસ્ટેલમાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી. તેની ભાળ ન મળતાં કોલેજ પ્રશાસન અને સિક્યોરિટીએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી. હોસ્ટેલમાં તેની હાજરી ન હોવાની જાણ થતાં તેના પરિવારને પણ સૂચના આપવામાં આવી અને સેક્ટર-7 પોલીસને પણ જાણ કરાઈ.

Advertisement

હોસ્ટેલમાંથી ગુમ થયા પછી શોધખોળ

રાત્રિ દરમિયાન શોધખોળ ચાલુ રહી અને અંતે કોલેજના જ એક ક્લાસરૂમમાંથી શિવાનીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો. પોલીસે તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના 4 મિનિટ 38 સેકન્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં યુવતી ક્લાસરૂમમાં પ્રવેશીને આપઘાત કરતી જોવા મળે છે.

Advertisement

પરીક્ષાના તણાવમાં ગંભીર પગલું ભર્યાની ચર્ચા

પોલીસ સૂત્રો અનુસાર, શિવાનીની આજથી પરીક્ષા શરૂ થવાની હતી અને તે પરીક્ષાના તણાવમાં હતી. આ તણાવને કારણે તેણે આ ગંભીર પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના પરિવાર પર આ સમાચારથી આભ તૂટી પડ્યું છે. ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે દીકરીને ભણવા મોકલી હતી, પરંતુ આ અકાળ મોતે પરિવારને શોકમાં ડુબાડી દીધો છે.

વિદ્યાર્થીઓમાં આત્મહત્યા અટકાવવા કડક પગલાં જરૂરી

આ ઘટના ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યાની ઘટનાઓને ફરી એકવાર ચર્ચામાં લાવી છે. રાજ્ય સરકારે આવી ઘટનાઓને રોકવા માટે કડક માર્ગદર્શિકા જારી કરી કરેલી જ છે. દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત છે. પ્રતિ 100 વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો પડશે અને નાની સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશે. પરીક્ષા અને શૈક્ષણિક દબાણના સમયે વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ કાઉન્સેલિંગ આપવાની વ્યવસ્થા કરવાનું પણ નિર્દેશિત કરવામાં આવેલું છે. જોકે, સરકારના આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યુ નહોવાના કારણે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની આત્મહત્યા અટકી રહી નથી.

આ પણ વાંચો- 8 લાખ બેંક કર્મચારીઓ ઉતરશે Strike પર : ચાર દિવસ બેંકિંગ કામકાજ રહેશે બંધ

Tags :
Advertisement

.

×