ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વાર ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ સિસ્ટમ અમલી

AAY પરિવારોની 50હજાર બહેનોને આત્મનિર્ભર બનાવવાનો લક્ષ્યાંક 674 બહેનોને ડિજિટલ વૉલેટ મારફતે સહાય ચૂકવાઈ સહાયની રકમ નિર્ધારિત આજીવિકા પ્રવૃત્તિ માટે વ્યવસ્થા Gandhinagar: વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી રહી છે. ત્યારે મહિલાઓને આર્થિક સક્ષમતા પ્રદાન કરવાના...
09:40 PM Jul 03, 2025 IST | Hiren Dave
AAY પરિવારોની 50હજાર બહેનોને આત્મનિર્ભર બનાવવાનો લક્ષ્યાંક 674 બહેનોને ડિજિટલ વૉલેટ મારફતે સહાય ચૂકવાઈ સહાયની રકમ નિર્ધારિત આજીવિકા પ્રવૃત્તિ માટે વ્યવસ્થા Gandhinagar: વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી રહી છે. ત્યારે મહિલાઓને આર્થિક સક્ષમતા પ્રદાન કરવાના...
Ring Fencing DigitalWallet Transfer'

Gandhinagar: વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી રહી છે. ત્યારે મહિલાઓને આર્થિક સક્ષમતા પ્રદાન કરવાના હેતુ સાથે રાજ્ય સરકારે (State government)એક મહત્વકાંક્ષી પહેલ અમલમાં મૂકી છે. જે અંતર્ગત નિર્ધારિત 13 મહત્વાકાંક્ષી તાલુકા અને 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડ ધરાવતા પરિવારોમાંથી 50 હજાર બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સહાય મળશે.આ યોજનાનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 8 માર્ચ2025 ના રોજ કરવામાં આવ્યું હતું.

ડિજિટલ વોલેટ ટ્રાન્સફર’ સુવિધા શરૂ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જી-સફલ યોજના અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ.(ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા જી-સફલમાં ‘રિંગ ફેન્સિંગ સુવિધા સાથે ડિજિટલ વોલેટ ટ્રાન્સફર’ સુવિધા શરૂ કરી છે.રાજ્યમાં સૌપ્રથમ વાર આવી ‘Ring Fencing Digital Wallet Transfer’ સિસ્ટમ અમલમાં મૂકવામાં છે.આ અનોખી ડિજિટલ વ્યવસ્થા (Ring Fencing Digital)અંતર્ગત લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વૉલેટમાં સીધી સહાય જમા થશે. રિંગ ફેન્સિંગ પદ્ધતિથી લાભાર્થી બહેનોને મળેલી સહાય સુરક્ષિત રહે છે એટલે કે તે સહાયની રકમ નિર્ધારિત આજીવિકા પ્રવૃત્તિ માટે જ વાપરી શકાશે,અન્યત્ર નહીં.

Ring Fencing DigitalWallet Transfer'

674 બહેનોને ડિજિટલ વૉલેટ મારફતે સહાય ચૂકવાઈ

આ પહેલના પ્રથમ તબક્કામાં 674 બહેનોને ડિજિટલ વૉલેટ મારફતે સીધી આજીવિકા સહાય મળી છે.જે સંપૂર્ણપણે સુરક્ષિત,પારદર્શક અને નિર્ધારિત હેતુ માટે જ ઉપયોગમાં લઈ શકાશે તેવી વ્યવસ્થા છે.વધુમાં વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે 28,000 લાભાર્થીઓને ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’સિસ્ટમ દ્વારા લાભ આપવામાં આવશે.ગુજરાત સરકારની જી-સફલ યોજનાની આ પહેલ રાજ્યની સૌથી પછાત પરિવારોની બહેનોને આર્થિક સશક્તિકરણ તરફ લઈ જવામાં અસરકારક સાબિત થશે.

Tags :
FIRST TIMEGandhinagarGujarat Firstimplements 'Ring Fencing DigitalWallet Transfer'state governmentSystem
Next Article