ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: નભોઈ કેનાલમાં કાર પડી જતા અમદાવાદની એક યુવતિ સહિત બે યુવકોના મોત

ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર પડી જતા અમદાવાદની એક યુવતી સહિત બે યુવકોના મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
09:12 PM Jul 01, 2025 IST | Vishal Khamar
ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર પડી જતા અમદાવાદની એક યુવતી સહિત બે યુવકોના મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
Car falls into Nabhoi Canal gujarat first

ગાંધીનગરની નભોઈ કેનાલમાં બપોરના સુમારે કાર પડી જતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ફાયર બ્રિગ્રેડ દ્વારા ગાડી તેમજ ત્રણ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી તેઓની ઓળખ વિધિ શરૂ કરી હતી.

મૃતકો અમદાવાદના રહેવાસીઓ

મૃતકોમાં એક યુવતી સહિત બે યુવાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ વિધિ કરી હતી. જેમાં યુવતીનું નામ ખુશી રાવલ અને યુવકનું નામ વેદ રાવલ છે. આ બંને ભાઈ-બહેન છે. જ્યારે હર્ષ બારોટએ મૃતક વેદ રાવલનો મિત્ર છે.


મૃતક યુવતી મહેંદી મુકવા માટે જતી હોવાનું તપાસમાં જાણવા મળ્યું

ખુશી રાવલને આજે મહેંદી મુકવા માટે જવાનું હોવાથી તે ભાઈ વેદને લઈને બપોરે ઘરેથી નીકળી હતી. જ્યારે હર્ષ બારોટ તેના અન્ય મિત્રની ગાડી થોડા સમય માટે લઈને આવ્યો હતો. જે ગાડીનો અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવતી ખુશી અને વેદ વારલ અમદાવાદના હીરાવાડીના રહેવાસી છે. જ્યારે હર્ષ બારોટ અમદાવાદના નિકોલનો રહેવાસી છે.

મૃતક હર્ષ બારોટ

પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસ દ્વારા કાર કઈ રીતે કેનાલમાં પડી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Gandhinagar : નભોઈ કેનાલમાં કાર ખાબકી, યુવક, યુવતી સહિત ત્રણના મોત, ત્રીજો મૃતદેહ મળી આવ્યો

પરિવારજનોમાં શોકનું મોજુ

ખુશી-વેદ રાવલ બંને ભાઈ બહેનો તેમજ હર્ષ બારોટનું મૃત્યું થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સ્વિત્ઝર્લેન્ડના લૌઝેન ખાતે રમતગમત પ્રતિનિધિમંડળે રાજ્યના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહક એવી મહત્ત્વપૂર્ણ બેઠકો કરી

Tags :
Car falls into Nabhoi CanalDeath of Amdava residentGandhinagar Nabhoi CanalGandhinagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSNabhoi CanalThree people die
Next Article