Gandhinagar : રાજ્યમાં વધુ બે IAS અધિકારીનાં Transfer, જાણો કોની ક્યાં થઈ બદલી?
- રાજ્યમાં બે IAS અધિકારીઓની બદલી કરાઈ (Gandhinagar)
- સુરત મનપા કમિશનર શાલિનીબેન અગ્રવાલની બદલી
- શાલિનીબેન અગ્રવાલને GUVNL ના MD બનાવાયા
- GSRTC ના MD એમ. નાગરાજને SMC કમિશનરની જવાબદારી સોંપાઈ
- IAS રાજેન્દ્રકુમારને GSRTC ના MD નો વધારાનો ચાર્જ સોંપાયો
Gandhinagar : રાજ્યમાં ફરી એકવાર IAS અધિકારીઓની બદલીને (IAS officers Transfer) લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં બે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરત મનપા (SMC) કમિશનર શાલિનીબેન અગ્રવાલની (IAS Shalini Agarwal) બદલી કરવામાં આવી છે. તેમણે GUVNL નાં MD બનાવાયા છે. જ્યારે GSRTC ના MD એમ. નાગરાજનની (M. Nagarajan) પણ બદલી કરવામાં આવી છે. તેમણે સુરતનાં નવા મ્યુ. કમિશનર બનાવાયા છે. IAS રાજેન્દ્રકુમારને ( IAS Rajendra Kumar) GSRTC નાં MD નો વધારાનો ચાર્જ સોંપાયો હોવાની માહિતી છે.
Gandhinagar, SMC કમિશનર શાલિનીબેન અગ્રવાલની બદલી
રાજ્યમાં વધુ બે IAS અધિકારીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાની વિગત સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકાનાં કમિશનર શાલિનીબેન અગ્રવાલની બદલી કરવામાં આવી છે. હવે તેમને GUVNL ના MD તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે GSRTC ના MD એમ. નાગરાજનની પણ બદલી કરવામાં આવી છે.
Gujarat IAS Transfer Update: રાજ્યમાં બે IAS અધિકારીઓની કરાઇ બદલી
સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની બદલી
શાલિની અગ્રવાલને GUVNLના MD બનાવાયા
GSRTCના MD એમ.નાગરાજનની પણ બદલી
એમ.નાગરાજન બન્યા સુરતના નવા મ્યુ.કમિશનર
IAS રાજેન્દ્રકુમારને GSRTCના MDનો વધારાનો ચાર્જ સોંપાયો… pic.twitter.com/F8q9wNYdEA— Gujarat First (@GujaratFirst) January 22, 2026
આ પણ વાંચો -Ahmedabad NRI Tower Case : દંપતિનાં મોત મુદ્દે ACP નું નિવેદન, કહ્યું- બહાર જમીને આવ્યા બાદ...!
IAS રાજેન્દ્રકુમારને GSRTC ના MD નો વધારાનો ચાર્જ સોંપાયો
માહિતી અનુસાર, GSRTC ના MD એમ. નાગરાજનને હવે સુરતનાં (Surat) નવા મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે IAS રાજેન્દ્રકુમારને GSRTC ના MD નો વધારાનો ચાર્જ સોંપાવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, અગાઉ થોડા દિવસ પહેલા ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદની (IAS Anupam Anand) બદલી કરવામાં આવી હતી. તેમને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના IN-SPACE ના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - NID અમદાવાદનો મોટો નિર્ણય! હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે ખુલશે અલગ વિભાગ


