જેલમાં બંધ Ganesh Gondal નો સહકારી જગતમાં પ્રવેશ, મળી આ મોટી જવાબદારી
- ગણેશ ગોંડલનો (Ganesh Gondal) સહકારી જગતમાં પ્રવેશ
- ગોંડલ નાગરિક બેન્કનાં વાઇસ ચેરમેન તરીકે મળી જવાબદારી
- બેન્કનાં ચેરમેન તરીકે અશોક પીપળીયા રિપીટ થયાં
- ગણેશ જાડેજા જેલમાંથી બેન્કની ચૂંટણી લડ્યા હતા
જુનાગઢ (Junagadh) જેલમાં બંધ ગણેશ ગોંડલને લઈ ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે. ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પ્રવેશ થયો છે. જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) ગોંડલ નાગરિક બેન્કનાં વાઇસ ચેરમેન બન્યા છે. જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા રિપીટ થયા છે. ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.
ગોંડલ નાગરિક બેન્કનાં વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની પસંદગી
ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને એમ.ડી. ની વરણી કરવામાં આવી છે. આજરોજ નાગરિક બેંક ખાતે ચૂંટાયેલ નવી બોડીની બેઠક યોજાઈ હતી, જેમાં નાગરિક બેંકનાં ચેરમેન તરીકે અશોકભાઈ પીપળીયાની સતત ત્રીજી વખત વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે ધારાસભ્યનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની નિમણૂક કરાઈ છે. એમ.ડી. તરીકે પ્રફુલભાઈ ટોળિયાની પસંદગી કરવામાં આવી છે. આ સમયે મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ ઊમટી પડ્યા હતા.
આ પણ વાંચો - Mehsana : વિશ્વસ્તરે દેશનું ગૌરવ વધારશે અશોક ચૌધરી, આ એવોર્ડથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય
Ganesh Gondalનો સહકારી જગતમાં પ્રવેશ | Gujarat First#GaneshaJadeja #Gondal #GondalCitizenBank #CooperativeSector #Leadership #BankElection #CommunityDevelopment #Gfcard #Gujaratfirst pic.twitter.com/eCcE64R4Wh
— Gujarat First (@GujaratFirst) October 3, 2024
ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પ્રવેશ
જણાવી દઈએ કે, જુનાગઢમાં (Junagadh) દલિત યુવકનું અપહરણ કરી માર મારવાનાં કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં (Jayrajsinh Jadeja) પુત્ર ગણેશ જાડેજા (Ganesh Gondal) ઉર્ફે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી. ગણેશ ગોંડલે જેલમાંથી ગોંડલ નાગરિક સહકારી બેંકની (Gondal Nagrik Sahakari Bank) ચૂંટણી લડી હતી, જેમાં તેનો વિજય થયો હતો. આ સાથે સહકારી જગતમાં ગણેશ ગોંડલે પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો - Kutch : દુકાને પાણી ભરવા આવેલી 13 વર્ષીય સગીરાને 55 વર્ષીય આધેડે હવસનો શિકાર બનાવી
બેન્કનાં ચેરમેન તરીકે અશોક પીપળીયા રિપીટ
ગોંડલ નાગરિક બેંકનાં ચેરમેન તરીકે અશોક પીપળીયા (Ashok Piplia) રિપીટ થયા છે. જણાવી દઈએ કે, ગણેશ ગોંડલે ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને જીત બાદ વાઇસ ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે હવે ચર્ચા થઈ રહી છે કે રાજકીય વારસાને આગળ ધપાવવા ગણેશ ગોંડલ તૈયાર થયા છે.
આ પણ વાંચો - Surat માં ચકચારી ઘટના! હીરા દલાલની પત્નીએ 4 વર્ષનાં પુત્રને ઝેર પીવડાવી પોતે પણ કર્યો આપઘાત