Ganghinagar : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi ના હસ્તે ફરિયાદીને સોનાના કિંમતી દાગીના પરત અપાયાં
- ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi ના હસ્તે ફરિયાદીને સોનાના દાગીના પરત અપાયા
- ગાંઘીનગર ઓફિસમાં પરિવારોને ચોરાયેલું સોનું પરત સોંપાયું
- બનાસકાંઠાનાં નાયબ પોલીસ અધિક્ષક ડૉ. જિગ્નેશ ગામીત રહ્યાં હાજર
ગાંઘીનગર ખાતે (Ganghinagar) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં સુરતનાં રહેવાસી અને તેના પરિવારના સભ્યોને ચોરાયેલું સોનું પરત આપવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) હસ્તે આ સોનું પરિવારને પરત કરાયું હતું. દરમિયાન, બનાસકાંઠા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જિગ્નેશ ગામીત સહિત અંબાજી PI (Ambaji PI) હાજર રહ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીનાં હસ્તે ફરિયાદીને કિંમતી દાગીના પરત કરાયાં
ગાંધીનગર ખાતે (Ganghinagar) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં આજે ફરિયાદીને તેમના ચોરાયેલા દાગીના પરત કરવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) હસ્તે સુરતનાં પિયુષ મહેતા અને તેમનાં પરિવારના સભ્યોને ચોરાયેલું દાગીનું પરત કરવામાં આવ્યું હતું. દરમિયાન, બનાસકાંઠા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જિગ્નેશ ગામીત (Dr Jignesh Gameet) સહિત અંબાજી PI હાજર રહ્યા હતા.
કુંભારિયા જૈન મંદીર દર્શને આવેલો સુરતનો પરિવાર લૂટાયો હતો
ઘટનાની વાત કરીએ તો અંબાજીનાં કુંભારિયા જૈન દેરાસર (Kumbharia Jain Derasar) ખાતે દર્શન યાત્રાએ આવેલા સુરતનાં (Surat) શ્રદ્ધાળુની ગાડીનાં કાચ તોડીને આરોપીઓએ 80 તોલા સોનાનાં દાગીના અને 1.50 લાખની લૂંટ કરી ફરાર થયા હતા. આ મામલે ફરિયાદ થતા બનાસકાંઠા પોલીસે (Banaskantha Polic) સઘન તપાસ હાથ ધરી હતી અને માત્ર 6 દિવસમાં જ લૂંટનો ભેદ ઉકેલી કાઢી લુટારુઓની ધરપકડ કરી હતી અને ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ Harsh Sanghvi) બનાસકાંઠા પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવી હતી અને તમામ પોલીસકર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: HM હર્ષ સંઘવીએ મીડિયાનો આભાર માનતા કહ્યું, મીડિયાની ટીકામાંથી શીખ લઈ અમે કામ કર્યું