Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gangster Imperialism: ટ્રમ્પ અમેરિકાના 'કિમ જોંગ ઉન'? ગલીના ગુંડાઓ જેવી વૈશ્વિક નેતાઓની ભાષા!

આ લેખ વિશ્વ રાજનીતિમાં ડોનાલ્ડ ટ્રમ્પના કથિત 'ગુંડા સામ્રાજ્યવાદ' (Gangster Imperialism) પર પ્રહાર કરે છે. વિશ્વના નેતાઓ જેમ કે ઈમેન્યુઅલ મેક્રોં અને બ્રિટિશ નેતાઓ ટ્રમ્પની સરખામણી તાનાશાહ અને આંતરરાષ્ટ્રીય ગુંડા સાથે કરી રહ્યા છે. ટ્રમ્પની અન્ય દેશોને ધમકાવવાની શૈલી અને 'તાનાશાહ' હોવાનો સ્વીકાર તેમને કિમ જોંગ ઉન જેવી છબી આપી રહ્યો છે, જે વૈશ્વિક શાંતિ માટે ચિંતાજનક છે
gangster imperialism  ટ્રમ્પ અમેરિકાના  કિમ જોંગ ઉન   ગલીના ગુંડાઓ જેવી વૈશ્વિક નેતાઓની ભાષા
Advertisement

હું એક તાનાશાહ છું, ક્યારેક તમને એક તાનાશાહની જરૂર હોય છે: ટ્રમ્પ
બ્રિટિશ નેતા ટ્રમ્પને ગણાવી ચુક્યા છે આંતરરાષ્ટ્રીય ગુંડા
ડેનમાર્કના સાંસદે યૂરોપની સંસદમાં ટ્રમ્પને આપી છે ગાળ
ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેક્રોં પણ ટ્રમ્પને પરોક્ષપણે ગણાવી ચુક્યા છે ગુંડા
ટ્રમ્પની વૈશ્વિક દાદાગીરી-ગુંડાગીરી તેમને કિમ જોંગ ઉન જેવા બનાવી રહી છે

Gangster Imperialism: વિશ્વ આજે ગેંગસ્ટર સામ્રાજ્યવાદનો શિકાર બની રહી છે અને જો આનો સ્વીકાર થશે, તો દુનિયા કદાચ થોડા દાયકાઓ સુધી નર્કનો પર્યાય બની જશે. સ્વિટ્ઝરલેન્ડ (Switzerland) ના દાવોસ (Davos) માં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (World Economic Forum - WEF) માં સામેલ થવા માટે અમેરિકા (United States Of America) ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ ગયા છે. ટ્રમ્પના એરફોર્સ વનને આકાશમાં તકનીકી કારણે યુટર્ન લઈને અમેરિકા પાછા ફરવું પડયું અને બાદમાં 2 કલાક વિલંબથી તેઓ અન્ય વિમાનથી દાવોસ પહોંચ્યા. કાશ ટ્રમ્પ પોતાની વૈશ્વિક રણનીતિઓમાં આવો યુટર્ન લે, પણ તેના માટે થોડી રાહ જ જોવી પડશે.

Advertisement

Advertisement

હા હું તાનાશાહ છું: ટ્રમ્પ

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ભાષણ દરમિયાન પોતાના ભાષણના વખાણ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ટ્રમ્પે કહ્યુ કે મારું ભાષણ સારું રહ્યું અને તેને સારી સમીક્ષા મળી. મને એ વાત પર ભરોસો થઈ રહ્યો નથી. સામાન્ય રીતે મને એક ભયાનક તનાશાહ કહેવામાં આવે છે. હા હું એક તાનાશાહ છું, પરંતુ ક્યારેક-ક્યારેક તમને એક તાનાશાહની જરૂર હોય છે. મહત્વપૂર્ણછે કે ટ્રમ્પને મીડિયા જ નહીં, વિશ્વના ઘણાં લોકો તાનાશાહ તરીકે બોલાવે છે, કારણકે તેઓ પોતાના અધિકારોનો મનસ્વીપણે અને ખોટી રીતે ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: 'મિસ્ટર પ્રેસિડેન્ટ F*** Off' ભરી યુરોપની સંસદમાં ટ્રમ્પને ગાળ આપનારા સાંસદ કોણ?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખી દુનિયાને નાટકીય પરફોર્મન્સનો રંગમંચ બનાવી દીધી છે. આ રંગમંચના ટ્રમ્પ ખુદને મુખ્ય નાયક માનીને ચાલી રહ્યા છે. તેઓ વિશ્વભરના નેતાઓ સંદર્ભે ભડકાઉ અને અપમાનજનક ટીપ્પણીઓ કરતા રહે છે. હવે એક સીમા બાદ અન્ય નેતાઓ પણ ટ્રમ્પને તેમની જેમ જ જવાબ આપી રહ્યા છે. દુનિયાને નાટકીય પરફોર્મન્સના રંગમંચ બનાવવામાં બરાબરીનો મુકાબલો જોવા મળે છે.

ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેક્રોંનું નિશાન

ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં પરોક્ષપણે ટ્રમ્પને ગુંડા ગણાવી ચુક્યા છે. મેક્રોંએ કહ્યુ છે કે દુનિયા હવે ગુંડાઓના યુગમાં જઈ રહી છે. આ ઘણું મોટું નિવેદન છે. બ્રિટનની સંસદમાં લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આંતરરાષ્ટ્રીય ગુંડા (International Gangster), બુલી અને યુએસના અત્યાર સુધીના સૌથી ભ્રષ્ટ રાષ્ટ્રપ્રમુખ ગણાવી દીધા. તેમણે યુકેના નેતાઓને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુંડાગીરી રોકવા માટે હાકલ કરી હતી.

ડેનમાર્કનો ભાગ ગણાતા ગ્રીનલેન્ડને યેનકેન પ્રકારે લેવાની વાત કરી રહેલા ટ્રમ્પની સામે યૂરોપની સંસદમાં ડેનમાર્કના સાંસદ એંડર્સ વિસ્ટસેને પ ખુલીને ગુસ્સો વ્યક્ત કરતા ટ્રમ્પને સંબોધીને કહ્યુ હતુ કે મિસ્ટર પ્રેસિડેન્ટ, F!!!!!! Off'।

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પાસેથી આવી અપેક્ષા અત્યારના યુગમાં કોઈ વૈશ્વિક કૂટનીતિજ્ઞ કે રાજનીતિજ્ઞ રાખી શકે તેમ નથી.

આના પહેલા ગુંડા દેશ અથવા નેતા તરીકે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને જોવામાં આવતા હતા. આમ પણ ત્રણ દિવસ પહેલા તેમણે પોતાના ઉપપ્રધાનમંત્રીને મંચ પર જ બરખાસ્ત કરતા કહ્યુ હતુ કે ગાડી બળદ ખેંચી શકે છે, બકરી નહીં, આના પહેલા કે વધુ મોડું થઈ જાય, પોતાના પગ પર ચાલીને જાઓ.

આ પણ વાંચો: "Trump આંતરરાષ્ટ્રીય ગુંડા", અમેરિકાના પ્રમુખની ગુંડાગીરી રોકવા UKના નેતાની હાકલ

પુતિનની એન્ટ્રી

ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેક્રોં દ્વારા વિશ્વના ગુંડા યુગ તરફ આગળ વધવાની વાતને યૂરોપિયન પંચના અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લિયેને થોડા સભ્ય શબ્દોમાં જણાવતાં કહ્યું છે કે તેઓ કસમ ખાય છે કે યૂરોપની પ્રતિક્રિયા ડર વગરની અને બરાબરીની હશે. પરંતુ અમેરિકા અને યૂરોપના સભ્ય દેશોના નેતાઓની આ નિવેદનબાજી વચ્ચે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો પ્રવેશ થયો છે અને તેમણે યૂરોપના નેતાઓની સરખામણી પાળતું જાનવરો સાથે કરતા કહ્યુ છે કે આ બધાં જે નિવેદન આપી રહ્યા છે, બધાં થોડા દિવસ બાદ પોતાના માલિકના ચરણોમાં હશે અને પૂંછડી પટપટાવી રહ્યા હશે.

તેમણે યૂરોપના નેતાઓને પાળતું જાનવર અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના માલિક ગણાવી દીધા છે. આમ પણ ટ્રમ્પ ખરેખર માલિકની જેમ જ વર્તી રહ્યા છે. વેનેઝુએલામાં પ્રમુખ માદુરોને તમની પત્ની સાથે અમેરિકા ઉઠાવીને લઈ ગયા પછી ટ્રમ્પ ઈરાનને હુમલાની ધમકી આપે છે, ગ્રીનલેન્ડ કબજે કરવાની વાત કરે છે અને કેનેડાને પણ અમેરિકાનું 51મું રાજ્ય ગણાવે છે. મેક્સિકો, ક્યૂબા કે દક્ષિણ અમેરિકાના કેરેબિયન સાગરના અન્ય દેશોને પણ તેઓ ધમકાવી રહ્યા છે.

ટ્રમ્પ 'કિમ જોંગ ઉન' જેવા બની રહ્યા છે?

ફ્રાંસ હોય કે ભારત હોય કે ચીન હોય કે અન્ય દેશો તેના પર ટ્રમ્પ મોટામોટા ટેરિફ ઝીંકી રહ્યા છે અથવા તેની ધમકીઓ આપી રહ્યા છે. આમ જોવો તો ટ્રમ્પ હવે આખી ધરતીને કાં તો અમેરિકાનો ભાગ સમજી રહ્યા છે અથવા તો પૃથ્વીને ટ્રમ્પલેન્ડ સમજી બેઠાં છે. ખરેખર દુનિયા એક ગેંગસ્ટર સામ્રાજ્યવાદનો શિકાર બની રહી છે. આ તો એવું છે કે જો ઉત્તર કોરિયા પાસે અમેરિકા જેવી શક્તિ હોત, તો કિમ જોંગ ઉન મુખ્યપ્રવાહમાં આવીને જેવી વાતો કરે તેવી સંભાવના હતી, તેવી જ બાબત શક્તિશાળી યુનાઈટેડ઼ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થઈ રહી છે અને આશ્ચર્ય છે કે અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે કિમ જોંગ ઉનની જેમ કોઈપણ ખચકાટ વગર કિમ જોંગ ઉનની જેમ જ વર્તી રહ્યા છે.

આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે

Tags :
Advertisement

.

×