Surat : ઓરિસ્સાથી સુરત ટ્રેન મારફતે ગાંજો લાવતા, એક પાયલોટિંગ કરતો, 2 દંપતી ખેપ મારતા !
- Surat નાં પાંડેસરામાંથી ફરી ઝડપાયો ગાંજાનો જથ્થો
- 30 કિલો ગાંજા સાથે બે મહિલા સહિત 5 ઝડપાયા
- ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત ગાંજો લાવતા હતા
- તમામ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધાયો
સુરતનાં (Surat) પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સુરત પોલીસે બાટલી બોય પાસેથી 33 કિલો ગાંજો ઝડપી પાડી બે મહિલા સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. 5 પૈકી એક શખ્સ પાયલોટિંગ કરતો હતો જ્યારે 4 આરોપી રિક્ષામાં ગાંજો લાવતા હતા. ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો સુરત લવાતો હતો. આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ‘દાના’ વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે
33 કિલો ગાંજા સાથે બે મહિલા સહિત 5 ને ઝડપી પડાયા
સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે સુરત પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. જે હેઠળ કાર્યવાહી કરી મસમોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડાયો છે. પાંડેસરા (Pandesara) વિસ્તારમાંથી પોલીસે એક બાટલી બોય પાસેથી 33 કિલો ગાંજો (Ganja) ઝડપ્યો છે અને સાથે જ બે મહિલા સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓ પૈકી 1 પાયલોટિંગ કરતો હતો જ્યારે અન્ય 4 રિક્ષામાં ગાંજો લાવતા હતા. આરોપીઓ ઓરિસ્સાથી (Orissa) સુરત ટ્રેનનાં સેકન્ડ AC માં ગાંજો લાવતા હોવાનું ખુલ્યું હતું. ગાંજાની ગંધ ના આવે તે માટે ગાંજાને કપડાં અને ત્યાર બાદ પ્લાસ્ટિકમાં બાંધી દેતા હતા.
આ પણ વાંચો - VADODARA : હાથીખાના માર્કેટમાંથી મરચાનો શંકાસ્પદ જથ્થો જપ્ત, લેબ ટેસ્ટ કરાશે
છેલ્લા 6 મહિનામાં ત્રણવાર ગાંજાની ખેપ મારી હોવાનું ખુલ્યું
આરોપીઓ પોલીસ પૂછપરછમાં વધુમાં જણાવ્યું કે, પોલીસને (Surat Polic) શંકા ના જાય તે માટે 2 દંપતી દ્વારા આ ગાંજો સુરત લાવવામાં આવતો હતો. છેલ્લા 6 મહિનામાં 3 વખત આ રીતે ઓરિસ્સાથી સુરત ટ્રેન મારફતે ગાંજાનો લાવવામાં આવતો હતો. જે હેઠળ એક વખતે 10 કિલો, બીજી વખતે 15 કિલો અને ત્રીજી વખત 20 કિલોનો ગાંજો લાવવામાં આવ્યો હતો. સુરત પોલીસે હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ કરી છે.
આ પણ વાંચો - સરકારી હોર્ડિંગ પડ્યું 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત, કાર્યવાહીના નામે તપાસનું તરકટ