અહીં હજુ પણ ગવાય છે પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા, ચાલે છે પ્રાચીન ગરબીની પરંપરા
- મારે જવું ઘુઘરિયા ચરાવવા... મારે જવું જીલણીયા ચરાવવા....
- પૌરાણિક રાગ પર રચાયેલ ગરબાઓ હજુ પણ અહીં ગવાય છે
- ગોંડલ ભવનેશ્વરી મંદિર ખાતે દાયકાઓથી ચાલતી અવિરત પ્રાચીન ગરબીની પરંપરા અહીં લોકો હજુ પણ તેમને નિહાળે છે
- દેશ વિદેશથી ભક્તજનો ઉપસ્થિત રહી અહીં માઁ ભગવતીની આરાધના કરશે...
- મંદિર ખાતે સાક્ષાત નવદુર્ગા "કુમારીકા પૂજન" ઉજવાશે
ગોંડલ : સમગ્ર વિશ્વ માં માત્ર બેજ જગ્યાએ માઁ ભવનેશ્વરીનું મંદિર આવેલ છે જેમાનુ એક એક ગોંડલની પવન ભૂમિ પર પ્રસ્થાપિત છે જે લખો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલ છે. ગોંડલમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી ભુવનેશ્વરી મંદિર ખાતે નવરાત્રી દરમ્યાન માઁ જગદંબાની આરાધના ધાર્મિક માહોલના ઉત્સાહ વચ્ચે ઉજવાશે. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન ઘટ સ્થાપનથી લઇ દરરોજ રાત્રીના નાની બાલિકાઓ પ્રાચીન ગરબા તેમજ પૂર્ણાહુતિ સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
આજે પણ લોકો નવરાત્રી ની ઉજવણી ખુબજ ભક્તિ ભાવ સાથે કરતા હોઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી પ્રાચીન ગરબી નું મહત્વ હવે ઘાટતું જતું હોઈ તેવું લાગી રહ્યું છે પરંતુ અહીં ભગવતી માઁ ભુવનેશ્વરી મંદિર ખાતે છેલ્લા છ દાયકા એટલે કે સાઈંઠ વર્ષ થી પણ વધુ સમય થી પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં 65 જેટલી નાની નાની બાળાઓ વિવિધ પ્રાચીન ગરબાઓ થી ગરબે રમી માતાજી ની આરાધના કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ માટે બાળાઓ પાસે કોઈ પણ પ્રકાર ની ફી કે ચાર્જ લેવામાં આવતો નથી જયારે ગરબે રમતી બાળાઓ ને ટ્રેડિશનલ ડ્રેસ પણ સંસ્થા તરફથી પૂરો પાડવામાં આવે છે.
આ પણ વાંચો- Bharuch : સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને ખખડાવ્યા, ધારાસભ્યના દબાણમાં ગેરકાયદેસર મીટિંગ બોલાવી
માનો ગરબો..રે.રમે..રાજને દરબાર..ગોંડલમાં માથે સળગતી ઈંઢોણી લઇ બાળાઓની આરાધના
ગોંડલમાં ભુવનેશ્વરી મંદિર પરિસર ખાતે યોજવામાં આવતી પારંપરિક ગરબીએ આજે પણ તેનું મહત્વ અને મહાત્મ્ય યથાતથ જાળવી રાખ્યું છે.મંદિરના અધ્યક્ષ રવિ દર્શનજીએ જણાવ્યું હતું કે ભુવનેશ્વરી મંદિરની સ્થાપના ૧૯૪૬માં થઈ હતી ત્યારબાદ દર વર્ષે ચારે ચાર અનુષ્ઠાન થતાં હતા અને ઘરના સભ્યો મારા દાદી અને પરિવારના સભ્યો ગરબી કરાવતા હતા અને વર્ષેને વર્ષે તેમાં ભાવિકોનો ઉમેરો થવા લાગ્યો હતો અને સમયાંતરે માતા અનિલાબેન ઘનશ્યામજી વ્યાસ સહિતનાઓએ ગરબીની બાગડોર સંભાળી હતી.
ભુવનેશ્વરી મંદિર ખાતે જ સંગીત પણ શીખવાડવામાં આવતું હતું અને ત્યાં શીખવા આવતા સંગીત પ્રેમીઓ પ્રાચીન ગરબાઓ ગવડાવતા હતા જે આજે પણ ગવડાવાય છે. ભુવનેશ્વરી પરિસરમાં લેવાતા રાસ, અઠંગો, સળગતી ઈંઢોણી માથે લઈને લેવાતા ગરબા, ટિપ્પણી રાસ જોવા માટે બહોળી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હાલ આ ગરબીનું નેતૃત્વ આયુષ્યબેન રવિદર્શનજી વ્યાસ કરી રહ્યા છે. બાલિકાઓએ માથે સળગથી ઈંઢોણી અને બેડાં લઈ બેલેન્સનું અદભૂત પ્રદર્શન કરી માંનો....ગરબો...રે.. રમે…રાજને દરબાર…ગરબો રજૂ કર્યો ત્યારે માઈભક્તો ભક્તિમાં તરબોળ બન્યા હતા.
અઠીંગો, દીવી, મંદિર અને સાડી જેવા પ્રાચીન રાસ ગરબા ને લોકો હજુ પસંદ કરે છે - આયુષીબેન વ્યાસ
શ્રી ભુવનેશ્વરી પીઠ ના અધ્યક્ષ ડો. રવિદર્શનજી ના માતુશ્રી અનિલાબેન વ્યાસ ના માર્ગદર્શન હેઠળ તેમજ આયુષીબેન વ્યાસના સતત દેખરેખથી આ ગરબી માટે છેલ્લા 1 મહિના થી પણ વધુ સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી છે આયુષીબેન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં ની ગરબી પ્રાચીન ગરબી તરીકે પ્રચલિત છે દરેક ગરબા માં નવીનતમ જોવા મળે છે અહીંના અલગ અલગ ગરબા જેવા કે અઠીંગો રાસ , દીવી રાસ , મંદિર રાસ અને સાડી રાસ જેવા પ્રાચીન ગરબા રજુ કરવામાં આવે છે એક રાસ માં ગરબે રમતી બાળાઓ બંને હાથમાં પ્રજ્વલિત દીવી રાખી રાસ લ્યે છે તો બીજા રાસમાં ગરબી ની બાળાઓ માથે મંદિર અને ગરબો રાખી રાસ રમશે. જયારે સાડી રાસ માં ગરબે રમતા રમતા કુમારિકાઓ સાડીઓ ની આંટી પડી અને તે આંટી ને રાસ રમતા રમતા છોડશે જે આજે પણ લોકો ને ખુબ પસંદ પડે છે.
દેશ વિદેશના ભક્તો ની ઉપસ્થિતિમાં ખુબજ ધાર્મિક વાતાવરણ માં ગરબી નું આયોજન થાય છે - ડો. રવિદર્શનજી
શ્રી ભુવનેશ્વરી પીઠ ના અધ્યક્ષ ડો. રવિદર્શનજી વ્યાસે જણાવ્યું હતું કે પૂજ્ય આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજશ્રીની નિશ્રામાં અહીં સંપૂર્ણ પારિવારિક અને ધાર્મિક માહોલ વચ્ચે લોકો શાંત સંગીત ની સુરાવલીમાં માણી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને અનુષ્ઠાન માટે અહીં પધારેલ દેશ વિદેશ ના હજારો ભક્તજનો આનંદથી મને છે નવરાત્રી પર્વ નિમિતે શક્તિ પીઠ માઁ ભુવનેશ્વરી ના પટાંગણ સહીત ચારે કોર રોશની ની ઝગમગાટ થી ચળકી ઉઠે છે પ્રથમ નોરતાથી જ ભક્તો ની ભીડ અહીં દર્શનાર્થે ઉમટી પડે છે.
આ પણ વાંચો- Dahod : વન વિભાગના બે કર્મચારીઓએ ઢોર ચરાવવા માટે માંગ્યા 11000 રૂપિયા, ACBએ ઝડપી પાડ્યા