ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pakistan સાથે જોડાયેલા સાયબર ફ્રોડમાં ગૌરવ કાકડીયાની ધરપકડ

ગુજરાતથી Pakistan સુધી સાયબર ક્રાઈમના મૂળિયા : ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ અને સુરતના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (સીસીઓઈ)ની સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાન (Pakistan) આધારિત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સિંડિકેટ સાથે જોડાયેલા વધુ એક આરોપી ગૌરવ કાકડીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ છેતરપિંડીના નાણાં ક્રિપ્ટોકરન્સી વોલેટ (ક્રિપ્ટો વોલેટ) દ્વારા દુબઈમાં બેઠેલા સિંડિકેટના સભ્યોને મોકલવામાં મદદ કરી હતી, જેના કારણે અત્યાર સુધી રૂ. 19 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો છે.
06:44 PM Dec 02, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતથી Pakistan સુધી સાયબર ક્રાઈમના મૂળિયા : ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ અને સુરતના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (સીસીઓઈ)ની સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાન (Pakistan) આધારિત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સિંડિકેટ સાથે જોડાયેલા વધુ એક આરોપી ગૌરવ કાકડીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ છેતરપિંડીના નાણાં ક્રિપ્ટોકરન્સી વોલેટ (ક્રિપ્ટો વોલેટ) દ્વારા દુબઈમાં બેઠેલા સિંડિકેટના સભ્યોને મોકલવામાં મદદ કરી હતી, જેના કારણે અત્યાર સુધી રૂ. 19 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો છે.

સાઈબર ક્રાઈમ થકી કરેલા ઠગીના પૈસા ગુજરાતથી સીધા Pakistan : ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ અને સુરતના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (સીસીઓઈ)ની સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાન (Pakistan) આધારિત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સિંડિકેટ સાથે જોડાયેલા વધુ એક આરોપી ગૌરવ કાકડીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ છેતરપિંડીના નાણાં ક્રિપ્ટોકરન્સી વોલેટ (ક્રિપ્ટો વોલેટ) દ્વારા દુબઈમાં બેઠેલા સિંડિકેટના સભ્યોને મોકલવામાં મદદ કરી હતી, જેના કારણે અત્યાર સુધી રૂ. 19 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો છે. આ ઘટના ગુજરાતમાં વધતા સાયબર ક્રાઈમની ગંભીરતા દર્શાવે છે, જ્યાં પાકિસ્તાન અને દુબઈ આધારિત ગેંગ્સ ભારતીય નાગરિકોને લક્ષ્ય બનાવીને કરોડોની લૂંટ કરી રહ્યા છે.

આરોપી ગૌરવ કાકડીયાની ધરપકડ સુરતમાંથી કરવામાં આવી છે, જ્યાં તે ક્રિપ્ટો વોલેટ પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદે વ્યવહારો કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ 120થી વધુ બેંક અને ક્રિપ્ટો અકાઉન્ટ્સની વિગતોનો ઉપયોગ કરીને 400થી વધુ ગુનાઓમાં છેતરપિંડી કરી હતી. આમાંથી મુખ્યત્વે પાકિસ્તાનમાં રૂ. 10 કરોડ મોકલવામાં આવ્યા હતા, જ્યારે આરોપીના મોબાઈલમાંથી મળેલા 20 બેંક અકાઉન્ટ્સમાંથી રૂ. 19 કરોડની છેતરપિંડીની વિગતો મળી આવી છે. વધુમાં તેના પાસેથી 15 બિનાન્સ (Binance) ક્રિપ્ટો અકાઉન્ટ્સ પણ મળ્યા છે. જેમાંથી એક અકાઉન્ટ સીધું પાકિસ્તાન સાથે જોડાયેલું હતું. આ સિંડિકેટ ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ, ફિશિંગ અને ડિજિટલ અરેસ્ટ જેવા સ્કેમ્સ દ્વારા ભારતીયોને ઠગતું હતું, અને ક્રિપ્ટો દ્વારા પૈસા મોકલાવતું હતું.

આ કેસમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં ગૌરવ કાકડીયા છેલ્લો છે. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં સુરતના સીસીઓઈની ટેકનિકલ ટીમે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમણે આરોપીના મોબાઈલ અને ડિજિટલ ડિવાઈસીસમાંથી મહત્વપૂર્ણ પુરાવા મેળવ્યા હતા. તપાસમાં ખુલ્યું કે, આરોપીઓ દુબઈ અને પાકિસ્તાનમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ્સને ક્રિપ્ટો વોલેટ પ્રદાન કરીને છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરતા હતા. આ ઘટના તાજેતરના અન્ય કેસો જેવી જ છે, જેમાં ગાંધીનગરના વૃદ્ધ નાગરિકને રૂ. 19.24 કરોડની છેતરપિંડીનો કેસ પણ સામે આવ્યો હતો, જ્યાં 'ડિજિટલ અરેસ્ટ'ના ભયથી પૈસા વસૂલવામાં આવ્યા હતા.

આ ધરપકડ વડા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આવા આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્ક્સને તોડવા માટે સતત મોનિટરિંગ અને ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે સહયોગ વધારવામાં આવશે. ગુજરાતમાં તાજેતરમાં મ્યાનમાર અને પાકિસ્તાન જોડાયેલા સાયબર સ્લેવરી રેકેટમાં પણ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ હતી, જેમાં ક્રિપ્ટો ફ્રોડનો મુખ્ય ભાગ હતો. નાગરિકોને સાયબર ક્રાઈમથી બચવા માટે પોલીસે સતર્કતા જારી કરી છે, જેમાં ક્રિપ્ટો વ્યવહારો અને અજાણ્યા લિંક્સથી દૂર રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો- Kutch : ભુજનાં ઝૂરા ગામે બુટલેગર બેફામ, જનતા રેડ દરમિયાન બુટલેગરે મહિલાને માર્યો માર

Tags :
​​ Binance AccountCrypto Fraudcyber SecurityDubai SyndicateGandhinagar Cyber FraudGaurav KakadiyaGujarat FirstGujarat PolicePakistanPakistan CryptoState Cyber
Next Article