મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી આર્થિક ગતિને મળશે વેગ
ગૌતમ અદાણીએ જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થા જે ઝડપથી આગળ વધી રહી છે, તેને જાળવી રાખવા માટે મજબૂત અને આધુનિક બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. સારી સડકો, બંદરો, એરપોર્ટ, રેલવે, ઊર્જા નેટવર્ક અને ડિજિટલ કનેક્ટિવિટી દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સુવિધાઓ માત્ર મોટા શહેરોને જ નહીં, પરંતુ દેશના દૂરના વિસ્તારોને પણ આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
Advertisement ![Navratri Banner]()
![Developed India Infrastructure_gautam adani_gujaratfirst 1 1]()
ભારત હવે મોટા સપના જોવાનું સાહસ ધરાવે છે
ગૌતમભાઈ અદાણીએ પોતાના સંબોધનમાં ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં આવેલા પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તેમણે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં કામ શરૂ કર્યું હતું, ત્યારે દેશમાં સંસાધનો, ક્ષમતા અને આત્મવિશ્વાસના અભાવ સહિત અનેક પડકારો હતા. જોકે, સમયની સાથે ભારતની સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. આજે દેશ પાસે જરૂરી સંસાધનો છે અને પોતાની ક્ષમતા સાબિત કરવાનો અનુભવ પણ છે.
આત્મવિશ્વાસ સાથે ભારત વિકાસની નવી દિશામાં
ગૌતમભાઈ અદાણીના વધુમાં કહ્યું આજે ભારતની સૌથી મોટી તાકાત પૈકી એક એ છે કે દેશ મોટા સપના જોવાની સાથે તેને સાકાર કરવાનો આત્મવિશ્વાસ પણ ધરાવે છે. આ બદલાવને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં પણ મોટા પ્રોજેક્ટ્સ અને લાંબા ગાળાની યોજનાઓને આગળ વધારવાની ક્ષમતા વધી છે. આગામી સમયમાં આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતની આર્થિક પ્રગતિને વધુ મજબૂત આધાર આપી શકે છે.
મોટા પ્રોજેક્ટ્સ સામે માત્ર મૂડી જ પડકાર નથી
તેમણે સ્પષ્ટ કર્યું કે મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની પ્રક્રિયામાં માત્ર મહત્વાકાંક્ષા કે મૂડીનો અભાવ જ પડકાર નથી. ઘણી વખત કોઈ પ્રોજેક્ટ સાથે જોડાયેલા જોખમોનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે, તે પણ વિકાસની ગતિને અસર કરે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનો અર્થ તપાસ અને ચકાસણીના ધોરણોને નબળા બનાવવાનો નથી.
માપદંડો નહીં, દૃષ્ટિકોણ વધુ વ્યાપક કરવાની જરૂર
ગૌતમભાઈ અદાણીએ કહ્યું કે ભારતને ઓછા કડક માપદંડોની જરૂર નથી, પરંતુ પ્રોજેક્ટ્સ અને જોખમોને જોવાની વધુ વ્યાપક દૃષ્ટિની જરૂર છે. ભારત જે સ્તરે અને જે ઝડપે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ્સના જોખમ અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાં પણ સમય પ્રમાણે ફેરફાર જરૂરી બની શકે છે.
![Developed India Infrastructure_gautam adani_gujaratfirst 1]()
આધુનિક ભારત માટે આધુનિક મૂલ્યાંકન સિસ્ટમ જરૂરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત હવે જે પ્રકારનું વિશાળ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે, તેની પ્રકૃતિ અગાઉની સરખામણીએ બદલાઈ ગઈ છે. તેથી જોખમ અને રેટિંગનું મૂલ્યાંકન કરતી હાલની સિસ્ટમને પણ સમયની સાથે બદલવાની જરૂરિયાત છે. ભારતની વિકાસની ઝડપ અને મોટા પાયે થઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને અનુરૂપ તેનું મૂલ્યાંકન પણ આધુનિક અને વ્યાપક દૃષ્ટિકોણથી થવું જોઈએ.
આ પણ વાંચોઃ Adani Group: અદાણી ગ્રુપ 13મા ક્રમેથી છલાંગ લગાવીને 8મા ક્રમે પહોંચ્યું, બ્રાન્ડ વેલ્યુમાં મોટો ઉછાળો