Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Breaking: ઇઝરાયેલની ગાઝામાં એર સ્ટ્રાઇક...સૌથી મોટા નરસંહારનો દાવો...

ઇઝરાયેલે ગાઝામાં વિનાશ વેર્યો ઇઝરાયલે એરસ્ટ્રાઇક દ્વારા એક શાળાને નિશાન બનાવી 100 લોકોના મોત ઈઝરાયેલનો દાવો છે કે આ હમાસનું કમાન્ડ સેન્ટર હતું Breaking news : તાજેતરમાં હમાસના પોલિટીકલ વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતી જોવા...
breaking  ઇઝરાયેલની ગાઝામાં એર સ્ટ્રાઇક   સૌથી મોટા નરસંહારનો દાવો
  • ઇઝરાયેલે ગાઝામાં વિનાશ વેર્યો
  • ઇઝરાયલે એરસ્ટ્રાઇક દ્વારા એક શાળાને નિશાન બનાવી
  • 100 લોકોના મોત
  • ઈઝરાયેલનો દાવો છે કે આ હમાસનું કમાન્ડ સેન્ટર હતું

Breaking news : તાજેતરમાં હમાસના પોલિટીકલ વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતી જોવા મળી હતી ત્યારે
ઇઝરાયેલે ગાઝા પર એર સ્ટ્રાઇક કરી હોવાના સૌથી મોટા સમાચાર (Breaking news) મળી રહ્યા છે. ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીએ કહ્યું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં 100 લોકોના મોત થયા છે. ઇઝરાયલે એરસ્ટ્રાઇક દ્વારા એક શાળાને નિશાન બનાવી હતી, જેમાં લગભગ 100 લોકોના મોત થયા હતા.

Advertisement

ઈઝરાયેલનો દાવો છે કે આ હમાસનું કમાન્ડ સેન્ટર હતું

ઈઝરાયેલનો દાવો છે કે આ હમાસનું કમાન્ડ સેન્ટર હતું. એક ટેલિગ્રામ પોસ્ટમાં ઘટનાની વિગતો આપતા ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીના પ્રવક્તા મહમૂદ બસ્સલે કહ્યું કે આ એક ભયંકર નરસંહાર છે, હુમલા બાદ ડઝનેક મૃતદેહોમાં આગ લાગી ગઈ હતી. ઈઝરાયેલે કહ્યું છે કે તેણે હમાસના કમાન્ડ સેન્ટરને તોડી પાડ્યું છે. ઘટના બાદ સિવિલ એજન્સીના લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. જેથી હુમલામાં ઘાયલોને બચાવી શકાય.

આ પણ વાંચો----Israel એ ઇરાનમાં હમાસના ચીફને કર્યો ઠાર..!

Advertisement

અલ-તાબીન સ્કૂલમાં ચાલતા હમાસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવ્યું

Advertisement

ઈઝરાયેલની સેનાએ શનિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે અલ-તાબીન સ્કૂલમાં ચાલતા હમાસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવ્યું છે, જે હમાસ આતંકવાદીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. આ પહેલા ગુરુવારે ઈઝરાયલે ગાઝા શહેરમાં બે શાળાઓને નિશાન બનાવી હતી, જેમાં 18 લોકો માર્યા ગયા હતા. ત્યારે પણ ઇઝરાયલે હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કરવાની વાત કરી હતી.

ઇઝરાયેલે ગાઝામાં વિનાશ વેર્યો

ઑક્ટોબર 7, 2023 ના હુમલા પછી, ઇઝરાયેલે ગાઝામાં વિનાશ વેર્યો છે. AFP અનુસાર, ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 1,198 લોકો માર્યા ગયા છે. આ લોકોમાં મોટા ભાગના નાગરિકો છે. જોકે હમાસે 251 ઈઝરાયેલ લોકોને બંધક બનાવ્યા હતા, પરંતુ 111 લોકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. જો કે, ઈઝરાયલી સૈન્યનું કહેવું છે કે બંધકોમાંથી 39ના મોત થયા છે.

આ પણ વાંચો----Israel-Hamas war : ઇઝરાયેલના હુમલામાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફનું મોત, IDF એ કરી પુષ્ટિ...

Tags :
Advertisement

.