India ની કંપનીઓ નફો કમાવવાની હોડમાં કર્મચારીનું કરે છે શોષણ: Genius Consultants
- 45% કર્મચારીઓ રવિવારની સાંજથી માનસિક તણાવમાં આવે છે
- વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા 1,783 કર્મચારીનો સર્વે કરવામાં આવ્યો
- કંપનીઓ પોતાના નફા કમાવવાની હોડમાં કર્માચારીનું શોષણ કરે છે
Genius Consultants Report : ભારતની અંદર આવેલી કંપનીઓમાં કામના દબાણને કારણે કર્મચારીઓના જીવની માનસિક હાલત ખરાબ થઈ રહી છે. HR services and workforce solutions provider ના નિષ્ણાતોએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેના અંતર્ગત 79% થી વધુ કર્મચારીઓનું માનવું છે કે, ભારતની કંપનીઓ કર્મચારી માટે માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે વધુ સારી રીતે સુવિધાઓ વિકસાવી જોઈએ.
45 % કર્મચારીઓ રવિવારની સાંજથી માનસિક તણાવમાં આવે છે
HR services and workforce solutions provider ના જણાવ્યા અનુસાર, ભારતીય કંપનીઓમાં કામ કરતા 66% લોકો તેમના વર્તમાન કાર્યક્ષેત્રમાં તણાવનો અનુભવ કરે છે. તે ઉપરાંત કાર્ય કરવાના નિયમો સામાન્ય માણસ તરીકે વધુ જટીલ બનાવવામાં આવ્યા છે. તેના કારણે માનસિક સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચે છે. તેના કારણે 45 % કર્મચારીઓ રવિવારની સાંજે ચિંતા અને મૂંઝવણમાં પસાર કરે છે. કારણ કે... તેઓ સોમવારે જે પ્રકારે કંપનીમાં કામને લઈ પડકાર આવશે, તેને લઈ વિચારત કરતા હોય છે. તે ઉપરાંત 78% લોકોનું માનવું એવું છે કે, કંપનીઓમાં સહકર્મીઓનો વ્યવહાર અને સહકર્મીઓ સાથેનો સંબંધ પણ અંગત જીવનમાં વધુ નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો: પોતાની જાત સાથે લગ્ન કરનારી યુવતીએ એક પોસ્ટ બાદ આત્મહત્યા કરી!
Proud to share that CXO Today, a leading tech publication, has featured our press release on the importance of HR management systems in today's tech era.
Here is the link for the same - https://t.co/Hv66iKx1SG#hrmanagement #TechInnovation #geniusconsultant pic.twitter.com/Y2J4qNSF5v
— Genius Consultants Ltd. (@GeniusConsult) September 26, 2024
વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા 1,783 કર્મચારીનો સર્વે કરવામાં આવ્યો
HR services and workforce solutions provider ના નિષ્ણાત આર પી યાદવે કહ્યું છે કે, આપણે તે જાણવું જોઈએ કે, કર્મચારી કર્માચારી કલ્યાણ માત્ર એક પ્રવૃત્તિ નથી. પરંતુ એક સંસ્થાકીય સફળતાનું નિર્ણાયક પાસું છે. આ ડેટા દર્શાવે છે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ ચિંતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમના કામના વાતાવરણમાં અસ્વસ્થતા અનુભવે છે. કંપનીઓએ માનસિક સ્વાસ્થ્ય અને કાર્ય-જીવન સંતુલનને પ્રાધાન્ય આપતા વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પગલાં લેવાની જરૂર છે. આ રિપોર્ટ 5 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર, 2024 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા 1,783 કર્મચારીઓ વચ્ચે કરવામાં આવેલા સર્વે પર આધારિત છે.
કંપનીઓ પોતાના નફા કમાવવાની હોળમાં કર્માચારીનું શોષણ કરે છે
ભારતની કંપનીઓ કાર્યસ્થળો પર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે ખાસ પગલાં લેવા જોઈએ. જોકે, મોટાભાગના કર્મચારીઓ માને છે કે કંપનીઓ તેમના માનસિક સ્વાસ્થ્યના તણાવને ઓછું કરવા માટે સુધારવા કરી શકે છે. તો નિષ્ણાતોનું માનવું છે કે, કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને લઈ માત્ર ખાનાપુર્તિ માટે કામ કરવામાં આવી રહ્યું છે.પરંત વાસ્તવિક હકીકતમાં ઘણો ફેરફાર જોવા મળે છે. કારણ કે... ભારતમાં દરેક કંપનીઓ પોતાના નફા કમાવવાની હોળમાં કર્માચારીનું કામક્ષેત્રે માનસિક અને શારીરિક શોષણ કરે છે. તેના કારણે કર્મચારીઓનું સામાન્ય જીવન પણ ખરાબ થાય છે.
આ પણ વાંચો: આ Porn Star એ વર્ષ 2024 માં 600 યુવાનો સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી