જ્યોર્જિયા મેલોનીએ PM MODI ને ઇટલી આવવાનું આમંત્રણ મોકલ્યું, જવાબમાં ‘હા’ મળી
- મેલોનીએ મોદીને 2026માં ઇટલી બોલાવ્યા, PM MODI એ ‘હા’ કહી
- ભારત-ઇટલી સંબંધો નવા યુગમાં, મોદીને મેલોનીનું આમંત્રણ
- મોદી 2026માં ઇટલી જશે, તાજાનીએ મુલાકાત બાદ જાહેર કર્યું
- #Melodi ફરી ચર્ચામાં : મેલોનીએ મોદીને ઇટલીનું નિમંત્રણ આપ્યું
- ઇટલીના વિદેશ મંત્રીએ જણાવ્યું – મોદીજીએ ઇટલી આવવાનું સ્વીકાર્યું
PM MODI ને ભાવભર્યું આમંત્રણ : ઇટલીના નાયબ વડાપ્રધાન તેમજ વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાની હાલમાં ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. બુધવારે સાંજે તેમની પીએમ મોદી અને વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ, જેને તાજાનીએ અત્યંત સકારાત્મક અને ઉપયોગી ગણાવી છે.
આ મુલાકાત દરમિયાન તાજાનીએ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તરફથી વડાપ્રધાન મોદીને 2026માં ઇટલીની મુલાકાત લેવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું છે. તાજાનીએ જણાવ્યું કે મોદીજીએ આમંત્રણ સ્વીકાર કરી લીધું છે (એટલે કે ‘હા’માં જવાબ આપ્યો છે), પરંતુ હજુ મુલાકાતની ચોક્કસ તારીખ નક્કી થઈ નથી.
વિદેશ મંત્રી તાજાનીએ કહ્યું કે ભારત-ઇટલી સંબંધો હવે નવા યુગમાં પ્રવેશી રહ્યા છે અને આવનારા વર્ષોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધુ ઝડપથી વધશે. ભારત અને ઇટલી એકબીજા માટે અત્યંત્મ મહત્ત્વના ભાગીદાર છે અને ભવિષ્યમાં બંને માટે ઘણી સારી તકો ખુલશે.
મેલોની ક્યારે ભારત આવશે?
પત્રકારોએ પૂછ્યું કે જ્યોર્જિયા મેલોની ક્યારે ભારત આવશે, ત્યારે તાજાનીએ કહ્યું, “અમે હજુ નક્કી કર્યું નથી કે તે 2026માં ક્યારે ભારતની મુલાકાત લેશે.”
મુલાકાતમાં શું-શું ચર્ચા થઈ?
બંને નેતાઓએ ઉદ્યોગો, સાંસ્કૃતિક જોડાણ, વેપાર, ટેક્નોલોજી અને કૂટનીતિક ભાગીદારી પર વિસ્તૃત ચર્ચા કરી. ખાસ કરીને તાજાનીએ કહ્યું કે રશિયા-યુક્રેન વચ્ચે વાટાઘાટો આગળ વધારવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે અને વૈશ્વિક સ્તરે ભારતનો વધતો પ્રભાવ આ દિશામાં મદદ કરશે.
અત્યાર સુધી મેલોની અને મોદીની કેટલી મુલાકાતો થઈ?
નવેમ્બર 2022 – બાલી, ઇન્ડોનેશિયા (G20 સમિટ): વડાપ્રધાન બન્યા બાદ મેલોનીની મોદી સાથે પહેલી મુલાકાત.
2-3 માર્ચ 2023 – નવી દિલ્હી: મેલોનીની પહેલી સત્તાવાર ભારત યાત્રા, બંને દેશોએ “સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ”ની ઘોષણા કરી.
સપ્ટેમ્બર 2023 – નવી દિલ્હી (G20): #Melodi હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કર્યો.
14 જૂન 2024 – પુગલિયા, ઇટલી (G7): મેલોનીએ મેજબાન તરીકે મોદીનું સ્વાગત કર્યું અને ત્રીજા કાર્યકાળની શુભેચ્છા આપી.
18 નવેમ્બર 2024 – રિયો દ જનેરો, બ્રાઝિલ (G20): “ઇન્ડિયા-ઇટલી જ્વાઇન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025-2029”ની ઘોષણા.
જૂન 2025 – કનાનાસ્કિસ, કેનેડા (G7): અનૌપચારિક મુલાકાત બાદ #Melodi ફરી ટ્રેન્ડમાં.
23 નવેમ્બર 2025 – જોહાન્સબર્ગ, દક્ષિણ આફ્રિકા (G20): આતંકવાદના નાણાકીય સ્ત્રોત સામે “ઇન્ડિયા-ઇટલી જ્વાઇન્ટ ઇનિશિએટિવ”ની ઘોષણા.
આ પણ વાંચો- Panchmahal : લગ્ન નોંધણીમાં કૌભાંડ આચરનાર તલાટીની ધરપકડ બાદ નવો ખુલાસો