ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લ્યો બોલો! કૌભાંડની તપાસ થાય તે વિજીલન્સ વિભાગની ઓફિસમાં જ હાલ બેહાલ, Video

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે. શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે.ત્યારે આ બધાની વચ્ચે સુરતના મુગલીસરા ખાતે આવેલી વિજીલન્સ વિભાગની ઓફિસમાં જ પાણી ટપકી રહ્યું છે. ઓફીસના...
09:10 PM Jul 02, 2023 IST | Dhruv Parmar
સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે. શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે.ત્યારે આ બધાની વચ્ચે સુરતના મુગલીસરા ખાતે આવેલી વિજીલન્સ વિભાગની ઓફિસમાં જ પાણી ટપકી રહ્યું છે. ઓફીસના...

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે. શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે.ત્યારે આ બધાની વચ્ચે સુરતના મુગલીસરા ખાતે આવેલી વિજીલન્સ વિભાગની ઓફિસમાં જ પાણી ટપકી રહ્યું છે. ઓફીસના હાલ બેહાલ જોવા મળ્યા હતા. સુરતમાં મુગલીસરા ખાતે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી આવેલી છે.

મહત્વનું છે કે, સુરત પાલિકાના સૌથી મહત્વના અને કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે રિપોર્ટ કરનારા પાલિકાના વિજીલન્સ વિભાગ ની હાલત ચોમાસામાં કફોડી થઈ રહી છે. પાલિકાના વિજીલન્સ વિભાગ ની કચેરી મુગલીસરા માં છઠ્ઠા માળે આવી છે. સૌથી મહત્વની એવી વિજીલન્સ વિભાગ ની કચેરી ની છતના પ્લાસ્ટર ઓફ પેરીસ ના પોપડા ઉખડી ગયા છે. આટલું જ નહી પરંતુ હાલ જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદનું પાણી પણ ઓફિસની અંદર ટપકી રહ્યું છે.

પાલિકામાં કૌભાંડની તપાસ થતી હોય તેવી ઓફિસમાં પંખા અને લાઈટની આસપાસ પણ વરસાદી પાણી પડી રહ્યું હોય કોઈ અકસ્માત થવાની શક્યતા નકારી શકાતી નથી.. કૌભાંડની તપાસ થતી હોય તેવી વિજીલન્સ વિભાગની મુખ્ય કચેરીની આવી હાલત હોય તેની તપાસ કરવા માટેની માગણી થઈ રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : ટપોરી બેફામ પોલીસ લાચાર!, લુખ્ખા તત્વોએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી મચાવ્યો આતંક

Tags :
Corruptionheavy rainMonsoonMonsoon SessionMunicipalityRainSuratVigilance Departmentviral video
Next Article