Ghaziabad માં પ્રેમીએ પ્રેમીકાને સરાજાહેર ગડદાપાટુનો માર માર્યો, જુઓ Video
- Boyfriend એ Girlfriend ને સરાજાહેર ગડદાપાટુનો માર માર્યો
- Police એ આરોપીની ધરપકડ કરીને આગળ તપાસ હાથ ધરી
- Police એ ઘટનાની પ્રત્યક્ષદર્શીઓને પણ આરોપી ગણાવ્યા
Ghaziabad Video Viral : Uttar Pradesh ના Ghaziabad માંથી એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં એક યુવક હેવાનિયતની તમામ સિમાઓ ઓળંગીને એક યુવતીને સરાજાહેર નિર્દયતાથી ઢોર મારી રહ્યો છે. જોકે આ યુવક જ્યારે યુવતીની માર મારતો હતો, ત્યારે તેની આસપાસ અનેક પુરુષો અને મહિલા ઉભા હતાં. પરંતુ દરેક સમયની જેમ આ વખતે પણ દર્શકો બનીને આ ઘટનાનો તમાશો જોઈ રહ્યા હતા. જોકે આ વાયરલ વીડિયોને આધારે Ghaziabad Police દ્વારા ફરિયાદ નોંધીને આગળ તજવીજ હાથ ધરવામાં આવી છે.
Boyfriend એ Girlfriend ને સરાજાહેર ગડદાપાટુનો માર માર્યો
મળતી માહિતી મુજબ, આરોપીની Police દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો પીડિતાના એ Policeને જણાવ્યા અનુસાર, આરોપીની તેણી Girlfriend છે. છેલ્લા પાંચ વર્ષથી બંને એકસાથે રહે છે. તો તેનો બોયફ્રેન્ડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તો યુવતી ફોન પેમાં કામ કરે છે. તો તેના બોયફ્રેન્ડનું નામ વીર સિંહ છે. તે શહીદનગરનો રહેવાસી છે. તો જ્યારે બાઈક ઉપર બંને એકસાથે જઈ રહ્યા હતાં. ત્યારે તેનો બોયફ્રેન્ડ વચ્ચે એક મામવે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.
આ પણ વાંચો: High Court ની યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ સ્ટ્રીમિંગમાં અશ્લીલ વીડિયો....
Police એ આરોપીની ધરપકડ કરીને આગળ તપાસ હાથ ધરી
યુવકે અને યુવતી વચ્ચે સરાજાહેર વિવાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે યુવકે ગુસ્સામાં આવીને તેની Girlfriend સાથે મારપીટ શરૂ કરી હતી. જોકે પહેલા તેણીને અનેક થપ્પડ મારવામાં આવી હતી. જે બાદ તેને જમીન ઉપર પછાડીને તેણીને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારે આ જોઈને આસપાસથી લોકો નજીક આવી ગયા હતાં. પરંતુ તેમાંથી કોઈપણની હિંમત યુવતીને બચાવવા માટે થઈ ન હતી. યુવતી જ્યારે યુવક સાથે જઈ રહી હતી, ત્યારે યુવકેને અન્ય મહિલા મિત્રનો મેસેજ આવ્યો હતો.
Police એ ઘટનાની પ્રત્યક્ષદર્શીઓને પણ આરોપી ગણાવ્યા
તેના કારણે બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જેના કારણે યુવકે યુવતીને સરાજાહેર ઢોર માર માર્યો હતો. તો અંતે યુવતીએ Police એ તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ Policeમાં ફરિયાદન નોંધવી હતી. જે બાદ Police એ આરોપીની ધરપકડ કરી છે. હાલમાં, યુવતીની ફરિયાદ આધારે કેસ દાખલ કરીને તજવીજ હાથ ધરી છે. તે ઉપરાંત Police એ ઘટનાની પ્રત્યક્ષદર્શીઓને પણ આરોપી ગણાવ્યા છે. કારણ કે... જ્યારે યુવતીને માર પડતો હતો, ત્યારે તમામ વીડિયો બનાવી રહ્યા હતા.
આ પણ વાંચો: Kerala : મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ એકબીજા સાથે અથડાઈ, જુઓ Video