Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Asiatic Lions News: ગીરમાં સિંહોના સંક્રમણ પર કાબૂ, છેલ્લા 3 દિવસમાં શૂન્ય મૃત્યુ સાથે સ્થિતિ નિયંત્રણમાં

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરની મુલાકાત લઈ એશિયાઈ સિંહોમાં ફેલાયેલા સંક્રમણની સમીક્ષા કરી હતી. મંત્રીએ રાહતના સમાચાર આપતા જણાવ્યું કે, છેલ્લા ૩ દિવસમાં એકપણ સિંહનું મૃત્યુ થયું નથી અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ, પશુચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફ સિંહોના રક્ષણ માટે ૨૪/૭ સતર્ક રહીને કામ કરી રહ્યા છે.
asiatic lions news  ગીરમાં સિંહોના સંક્રમણ પર કાબૂ  છેલ્લા 3 દિવસમાં શૂન્ય મૃત્યુ સાથે સ્થિતિ નિયંત્રણમાં
Advertisement

Asiatic Lions News: ગીરના જંગલોમાં એશિયાઈ સિંહોમાં (Asiatic Lions) જોવા મળેલા વાયરસ સંક્રમણ અંગેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ગ્રાઉન્ડ ઝીરો પર રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈને કાર્યરત અધિકારીઓ અને પશુચિકિત્સકો (Veterinarians) સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાંનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

Gir, Asiatic Lions_Gujaratfirst 2

Advertisement

સિંહોની સુરક્ષા અને અવિરત સતર્કતા

સ્થિતિની સમીક્ષા બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, વન વિભાગની સમયસરની કામગીરી અને અસરકારક વ્યવસ્થાપનને કારણે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. મંત્રીએ મોટી રાહત આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી. જોકે, કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે તંત્ર અત્યંત સાવચેત છે. ફિલ્ડ સ્ટાફ અને નિષ્ણાતોની ટીમ ચોવીસે કલાક (24x7) સિંહોના સ્વાસ્થ્ય પર ચાંપતી નજર રાખી રહી છે.

Advertisement

Gir, Asiatic Lions_Gujaratfirst 2

સરકારની પ્રતિબદ્ધતા અને ટીમની કામગીરીને બિરદાવી

મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સિંહોની સુરક્ષા એ રાજ્ય સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. મંત્રીએ ગીરના જંગલોમાં સિંહોની ગર્જના અવિરત જળવાઈ રહે તે માટે દિવસ-રાત મહેનત કરી રહેલા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પશુચિકિત્સકોની કામગીરીની પ્રશંસા કરી તેમનું હૃદયપૂર્વક સન્માન કર્યું હતું.

આ પણ વાંચોઃ 4 સિંહ બાળના મૃત્યુ બાદ સઘન મોનિટરિંગ શરૂ, CM એ યોજી બેઠક

Tags :
Advertisement

.

×