ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gir Somnath : ગરમ ધાબળા વેચવાની આડમાં ચીલઝડપ કરનાર UP ની ગેંગનાં 4 ઝડપાયા

પોલીસે (Crime Branch) રૂપિયા 25 હજાર રોકડા, બાઈક સાથે કુલ રૂપિયા 90 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
05:13 PM May 23, 2025 IST | Vipul Sen
પોલીસે (Crime Branch) રૂપિયા 25 હજાર રોકડા, બાઈક સાથે કુલ રૂપિયા 90 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Gi somnath_gujarat_first
  1. રાજ્યવ્યાપી ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગ ઝડપાઈ (Gir Somnath)
  2. ધાબળા વેચવાનું કામ કરતી ગેંગનાં ચાર શખ્સ ઝડપાયા
  3. રાજ્યમાં 104 થી વધુ ચોરી કરી હોવાની કરી કબૂલાત
  4. 11 શહેરમાં 104 જેટલી દુકાનોમાં આરોપીએ કરી ચોરી

ગીર સોમનાથ જિલ્લામાંથી (Gir Somnath) ક્રાઈમ બ્રાન્ચે રાજ્યભરમાં ચોરી કરનારી ઉત્તર પ્રદેશની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગે અત્યાર સુધીમાં 104 જેટલી ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી છે. દેખાવ પૂરતા ગરમ ધાબળા વેચવાનું કામ કરતા 4 શખ્સની આ ગેંગને ઝડપી પોલીસે યુપી ગેંગનો (UP Gang) પર્દાફાશ કર્યો છે. પોલીસે (Crime Branch) રૂપિયા 25 હજાર રોકડા, બાઈક સાથે કુલ રૂપિયા 90 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

"પૈસે દે દે વરના જાન સે માર દુંગા" કહી વેપારી સાથે લૂંટ કરી હતી

પાટણનાં (Patan) બાદલપરા ગામે ગત 14 તારીખનાં શીતલ પ્રોવિઝન નામની દુકાનમાં નહાવાનો સાબુ માંગી અને વેપારીનાં હાથમાં રહેલ 7700 રૂપિયા આચકી લઈ અને કહ્યું કે "પૈસે દે દે વરના જાન સે માર દુંગા" ત્યારે વેપારીએ ઘટનાની તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે જિલ્લાભરમાં નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન, સમગ્ર રાજ્યમાં 104 થી વધુ ચોરીને અંજામ આપનાર UP ગેંગનાં ચાર સભ્યોને ક્રાઈમ બ્રાન્ચે ગીર સોમનાથ જિલ્લામાંથી (Gir Somnath) ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar: વડાપ્રધાનના બે દિવસ ગુજરાત પ્રવાસે, પ્રથમ લોકોમોટિવ એન્જિનનું PMના હસ્તે લોકાર્પણ

નાની રકમની જ ચોરી કરતા, દિવસમાં 8-10 ઘટનાને અંજામ આપતા

આ ગેંગની મોડસ ઓપરેન્ડીએ પ્રકારની હતી કે તેઓ નાની રકમની જ ચોરી કરતા હતા અને એક દિવસમાં 8 થી 10 ઘટનાઓને અંજામ આપતા હતા. અંજામ આપ્યા બાદ તે વિસ્તાર છોડી અને નાસી જતા હતા. જો કે, પોલીસે આ ગેંગનાં સંજય રાજપૂત, વિભાગ રાજપૂત, વિશાલ કોહલી, અને વિજય રાજપૂત (તમામ રહે. ઉત્તર પ્રદેશ) ને ઝડપી લીધા હતા અને તેમની આકરી પૂછપરછ શરૂ કરી હતી. તેઓ સમગ્ર રાજ્યભરમાં ચાદર અને ગરમ ધાબળા વેચવાનો ઢોંગ કરતા અને મોકો મળે એટલે ચીલઝડપ અને ધાકધમકીથી પૈસા લઈ અને નાસી છૂટતા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો - PM Modi Kutch Visit : વડાપ્રધાનની મુલાકાતને લઈ અનેરો ઉત્સાહ, વેપારી એસો.ની બેઠક યોજાઈ

આ શહેર અને ગામને બનાવ્યા નિશાન

ગેંગનાં સભ્યોની પૂછપરછમાં તેમણે ભાવનગરનાં (Bhavnagar) પાલીતાણામાં 9 દુકાન, અમરેલીમાં 3 દુકાન, માધુપુરમાં 6 દુકાન, સોમનાથમાં 5 દુકાન, સાળંગપુરમાં 19 દુકાન, ગોંડલમાં (Gondal) 20 દુકાન, ચોટીલામાં 21 દુકાન, જસદણમાં 2 દુકાન, મોરબીમાં (Morbi) 7 દુકાન, ગાંધીધામમાં 3 દુકાન અને માંડવીમાં 9 દુકાન આમ કુલ 11 શહેરમાં 104 જેટલી દુકાનમાં ચોરી અને ચીલઝડપ કર્યાનું કબૂલ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - અમદાવાદમાં કોરોનાના કેસમાં અચાનક થયો ધરખમ વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 20 પોઝિટિવ કેસ

Tags :
BadalparaBhavnagarCrime BranchCrime NewsGir-SomnathGondalGUJARAT FIRST NEWSmorbiPalitanaPatanTop Gujarati NewsUP Gang
Next Article