ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gir-Somnath : ગીર વન્યજીવ વિસ્તારમાં ધમધમતી ગેરકાયદેસર હોટલો પર તંત્રનો પંજો : હાઈકોર્ટના આદેશ પછી 10 ટીમો તપાસમાં

Gir-Somnath : ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારના કડક નિર્દેશોના પગલાં તરીકે ગીર નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યના બોર્ડ વિસ્તારમાં ચાલી રહેલા હોટલો અને રિઝોર્ટ્સની વ્યાપક તપાસ હાથ ધરાઈ છે. તંત્રીય ચોપડે નોંધાયેલી કાયદેસર હોટલો સિવાય અન્ય કેટલીક ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે. આ તમામ હોટલોની તપાસ માટે અલગ અલગ 10 જેટલી ટીમો ગ્રાઉન્ડ લેવલે ઉતરી છે. આ તપાસના તમામ અહેવાલ આગામી દિવસોમાં સરકાર અને હાઈકોર્ટને સુપ્રત કરવામાં આવશે, જેમાં ગેરકાયદેસર કારોબારો પર કડક કાર્યવાહીની તૈયારી જોવા મળે છે.
11:05 PM Nov 07, 2025 IST | Mujahid Tunvar

હાઈકોર્ટના આદેશ પર સરકારે એક્શન મોડમાં

આ તપાસ ગીર-સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં ફેલાયેલા વિસ્તારોમાં ચાલી રહી છે, જ્યાં એશિયાટિક સિંહોના આ એકમાત્ર આશ્રયસ્થાનની આસપાસ અનેક હોટલો અને રિઝોર્ટ્સના અનિયમિત કારોબાર વિશે લાંબા સમયથી ફરિયાદો આવતી રહી છે. હાઈકોર્ટે તાજેતરમાં આ મુદ્દે સુઓ મોટો પિટિશન પર કાર્યવાહી કરતાં સરકારને તપાસ અને અહેવાલ સુપ્રત કરવાના આદેશ આપ્યા હતા, જેના પગલાં તરીકે વન વિભાગ, પોલીસ અને સ્થાનિક વહીવટી એજન્સીઓની સંયુક્ત ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા હોટલોના લાઇસન્સ, બાંધકામની મંજૂરી, પર્યાવરણીય અસર અને એક્ટ-એસએનઝેડ (Eco-Sensitive Zone)ના નિયમોની તપાસ કરવામાં આવી રહી છે.

ગેરકાયદેસર હોટલો કરાશે શીલ

મળતી માહિતી અનુસાર, ગીર પોર્ટેડ એરિયા (PAs)ની સરહદથી 1 કિમીથી 5 કિમીના વિસ્તારમાં લગભગ 128થી વધુ હોટલો અને રિઝોર્ટ્સ કારોબાર કરી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના તંત્રીય રેકોર્ડમાં નોંધાયા નથી. આ તપાસમાં ગેરકાયદેસર બાંધકામો, વન્યજીવોના કોરિડોર પર અસર અને પર્યટન પોલિસીના ઉલ્લંઘનના આરોપો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું, "હાઈકોર્ટના આદેશોને અમલમાં મુકવા આ તપાશ અત્યંત મહત્ત્વની છે. અમે તમામ હોટલોની વિગતો એકત્રિત કરીને કાયદેસર અને અનધિકૃત વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીશું."

એક્કો-ટૂરિઝમ પોલિસીને મજબૂત કરાશે

આગામી દિવસોમાં આ ટીમોના અહેવાલોના આધારે ગેરકાયદેસર હોટલો પર સીલબંધી, ધ્વંગ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમ કે 2015માં 22 અનધિકૃત હોટલો પર કરાયેલી કાર્યવાહી. આ તપાસથી ગીર વિસ્તારમાં પર્યાવરણીય સંતુલન જળવાઈ રહેશે અને ટૂરિઝમને નિયમિત કરવામાં મદદ મળશે. હાઈકોર્ટે પણ આ અહેવાલોની તપાસ કરીને વધુ નિર્દેશો આપવાની તૈયારી કરી છે, જેમાં એક્કો-ટૂરિઝમ પોલિસીને મજબૂત કરવાનો સમાવેશ થશે.

આ પણ વાંચો-Amul દૂધમાં કેમિકલના વાયરલ વીડિયો પર કાર્યવાહી : ડોક્ટર સામે પોલીસ કેસ

Tags :
Gir BoardGir-SomnathHighCourt OrderIllegal Hotelresortswildlife conservation
Next Article