Gir Somnath : BJP નાં નેતાના પુત્રનું અકસ્માતમાં મોત, બુલેટ લઈને રાજકોટ જતો હતો યુવાન
- Gir Somnath માં ગીર ગઢડાનાં સોનારિયા ગામ પાસેની ઘટના
- બુલેટ અને બાઇક વચ્ચે અકસ્માત, બલેટ ચાલકનું મોત
- નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખના પુત્રનું ઘટના સ્થળે જ મોત
ગીર સોમનાથમાં (Gir Somnath) એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ગીર ગઢડાનાં સોનારિયા ગામ પાસે બે બાઇક સામસામે અથડાતાં ઊના નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખના પુત્રનું ધટના સ્થળે જ મોત નીપજ્યું છે. સામસામે બે બાઈક અથડાતાં અકસ્માતમાં કુલ 3 લોકોને ઈજા તેમ જ એકનું મોત અને એક શખ્સની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Rajkot : દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું, બે માસૂમોએ પિતાની છત્રછાયા ગુમાવી
બુલેટ અને અન્ય બાઇક સામસામે અથડાયાં
પ્રાપ્ત માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) ગીરગઢડાનાં સોનારિયા ગામ પાસે અકસ્માતની ઘટના બની છે. ઉનાથી નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખનો પુત્ર અને તેનો મિત્ર એક બુલેટ પર રાજકોટ (Rajkot) તરફ જઈ રહ્યા હતા. દરમિયાન, સોનારિયા ગામ પાસે સામેથી આવતી એક બાઇક બુલેટ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ બાઇક પર ત્રણ લોકો સવાર હતા.
આ પણ વાંચો - Banaskantha: પાલનપુર માર્કેટ યાર્ડની ચૂંટણીને લઇ મોટા સમાચાર, ભાજપના મેન્ડેડ ઉમેદવારનો પરાજય
પાલિકાનાં પૂર્વ પ્રમુખના પુત્રનું અકસ્માતમાં મોત
આ ગમખ્વાર અકસ્માતમાં બુલેટ સવાર અને પાલિકાનાં પૂર્વ પ્રમુખના પુત્ર પંકજ ચૌહાણનું ધટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે તેના મિત્રને ઈજાઓ થતાં નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ સામેની બાઇક પર સવાર 3 પૈકી એક શખ્સની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય બે લોકોને ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Amreli : દિવાળીનાં બે દિવસ પહેલા ભૂકંપનો આંચકો, આ વિસ્તારોમાં ધરતી ધ્રુજી