Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir-Somnath : મેગા ડિમોલિશનને લઈ HC માં બંને પક્ષની સામસામી ધારદાર દલીલ, વાંચો સમગ્ર અહેવાલ

ગીર-સોમનાથમાં થયેલા ડિમોલિશન પર HC માં સુનાવણી સુપ્રીમે પણ કીધું કે ડિમોલિશન ન થવું જોઈએઃ અરજદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ક્યાંય ઉલ્લંઘન નથી થયુંઃ સરકારી વકીલ ગીર-સોમનાથમાં (Gir-Somnath) થયેલા ડિમોલિશન (Mega Demolition Operation) પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ...
gir somnath   મેગા ડિમોલિશનને લઈ hc માં બંને પક્ષની સામસામી ધારદાર દલીલ  વાંચો સમગ્ર અહેવાલ
  1. ગીર-સોમનાથમાં થયેલા ડિમોલિશન પર HC માં સુનાવણી
  2. સુપ્રીમે પણ કીધું કે ડિમોલિશન ન થવું જોઈએઃ અરજદાર
  3. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ક્યાંય ઉલ્લંઘન નથી થયુંઃ સરકારી વકીલ

ગીર-સોમનાથમાં (Gir-Somnath) થયેલા ડિમોલિશન (Mega Demolition Operation) પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં અરજદારનાં વકીલ અને સરકારી વકીલે પોતાની દલીલો જજ સમક્ષ રજૂ કરી હતી. અરજદારનાં વકીલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે (Supreme Court) પણ કીધું હતું કે ડિમોલિશન ન થવું જોઈએ. જ્યારે સરકારી વકીલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું ક્યાંય ઉલ્લંઘન નથી થયું.

Advertisement

સોમનાથ મંદિર પાસે રૂ.320 કરોડની સરકારી જમીન પર દબાણ દૂર કરાયા

ગીર-સોમનાથ જિલ્લામાં (Gir-Somnath) આવેલા સોમનાથ મંદિર (Somnath Temple) નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં 56 કલાક સુધી સતત અસંખ્ય બુલડોઝર ધણધણયા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરનાં ધાર્મિક દબાણ હટાવાયા હતા અને અંદાજિત 320 કરોડની 102 એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી. જો કે, તંત્રની આ કાર્યવાહી સામે અરજદારો દ્વારા હાઈકોર્ટનાં (Gujarat High Court) દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં બંને પક્ષનાં વકીલોએ પોતાની દલીલો રજૂ કરી હતી. અરજદારના વકીલે દલીલ કરતા કહ્યું કે, શનિવારે-રવિવારે ડિમોલેશન કરવામાં આવ્યું. જ્યારે સામાન્ય રીતે આ દિવસોમાં સરકારી કામ નથી થતું. અમને એ ખ્યાલ નથી આવતો કે અચાનક 800 જેટલા અધિકારીઓ ક્યાંથી આવ્યા ?

 આ પણ વાંચો - Gir Somnath : કરોડોની સરકારી જમીન પરનાં 9 મોટા, 3 નાના ધાર્મિક અને 45 ખાનગી દબાણ દૂર કરાયાં

Advertisement

સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ડિમોલિશન ન થવું જોઈએ : અરજદારનાં વકીલ

અરજદારનાં વકીલે દલીલ કરતા કહ્યું કે, આ સરકારી જગ્યા હતી તેનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ થતો હતો. 23 ફેબ્રુઆરી 1947 માં પઝેશન આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે (Supreme Court) પણ કીધું કે ડિમોલિશન ન થવું જોઈએ. કોર્ટમાં મંજૂરી બાદ જ ડિમોલેશન થાય તેવો આદેશ હતો. અરજદારનાં વકીલે આસામ (Assam) ડિમોલિશનનો હવાલો આપતા કહ્યું કે, આસામમાં પણ આ જ પ્રકારે ડિમોલિશન થયું છે જેને લઈને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે.

Advertisement

 આ પણ વાંચો - Adani નાં પાપે લોકોને થઈ રહી છે કેન્સર જેવી ગંભીર બીમારી ? પીડિત મહિલાએ Gujarat First ને વર્ણવી આપવીતી

સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું ક્યાંય ઉલ્લંઘન નથી થયું : સરકારી વકીલ

બીજી તરફ સરકારી વકીલે દલીલ (Public Prosecutor) કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું ક્યાંય ઉલ્લંઘન નથી થયું. ઓક્ટોબર 2023 થી ડિમોલિશન (Mega Demolition Operation) ચાલી રહ્યું છે. અનઅધિકૃત દબાણ હતું, નોટિસ પણ અપાઈ હતી. સરકારી વકીલે કહ્યું કે, અરજદાર સામે હાલ 5 લીગલ પ્રક્રિયા પેન્ડિંગ છે. 5 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરે નોટિસ પણ અપાઈ હતી. નોટિસ બાદ પણ જવાબ નહીં મળતા કાર્યવાહી કરાઈ છે. તેમણે કહ્યું કે, અમે RPAD કર્યું છે, અમારી પાસે હુકમ મોકલ્યાનાં પુરાવા છે. આ અંગેની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

 આ પણ વાંચો - Adani-Ambuja : Gujarat First નાં ઓપરેશન 'અસુર' માં GPCB નાં રીજનલ મેનેજરનો ચોંકાવનારો ઘટસ્ફોટ!

Tags :
Advertisement

.