ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગીર સોમનાથ : devayat khavad ને 1 લાખના બોન્ડ પર મુક્તિ, જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ

ગીર સોમનાથમાં devayat khavad ને જામીન : 1 લાખના બોન્ડ પર મુક્તિ, જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ
09:55 PM Sep 18, 2025 IST | Mujahid Tunvar
ગીર સોમનાથમાં devayat khavad ને જામીન : 1 લાખના બોન્ડ પર મુક્તિ, જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ

ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં થયેલા મારામારી અને હુમલાના કેસમાં વિવાદિત ડાયરા કલાકાર દેવાયત ખવડ ( devayat khavad ) ના વેરાવળ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં ખવડ સહિત અન્ય આરોપી.ઓને પણ જામીન મળ્યા છે, જેમાં ખવડને 1 લાખ રૂપિયાના બોન્ડ પર અને અન્ય આરોપીઓને 25 હજાર રૂપિયાના બોન્ડ પર મુક્તિ આપવામાં આવી છે. જામીનની શરતોમાં ખવડને ગીર સોમનાથ અને રાજુલા જિલ્લામાં પ્રવેશ ન કરવાનો ઉલ્લેખ છે. આ નિર્ણયથી ખવડ અને તેમના સમર્થકોમાં રાહત જોવા મળી રહી છે.

devayat khavad ની તાલાલા પાસે મારામારી અને હુમલો

દેવાયત ખવડ અને અન્ય 6 આરોપીઓ પર અમદાવાદ નજીકના સનાથલ ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ખૂની હુમલો કરવાનો આરોપ છે. પોલીસે આ કેસમાં તાલાલા પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધીને સુરેન્દ્રનગરના દુધઈ ગામના ફાર્મહાઉસ પરથી ખવડ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને પહેલા જામીન મળ્યા હતા, પરંતુ પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી.

આ પણ વાંચો- પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટની રાહત : સરેન્ડર પર એક સપ્તાહની રોક

18 ઓગસ્ટ 2025ના રોજ વેરાવળની ફોજદારી કોર્ટે તમામ 7 આરોપીઓને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા અને પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી. આ વિરુદ્ધ તાલાલા પોલીસે વેરાવળ સેશન્સ કોર્ટમાં રીવિઝન અરજી કરી, જ્યારે આરોપીઓએ પરચુરણ અરજી કરી. 9 સપ્ટેમ્બરે કોર્ટમાં બંને પક્ષોની દલીલો સાંભળીને સુનાવણી 11 સપ્ટેમ્બરે મૂલતવી રાખવામાં આવી હતી.

શરતો સાથે કોર્ટે devayat khavad ને આપ્યા જામીન

11 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટે જામીન રદ કરવાનો અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ, આજે વેરાવળ કોર્ટે જામીન ફરી મંજૂર કરી આપ્યા છે, જેમાં ખાસ શરતો ઉમેરાઈ છે.

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને જામીન મંજૂર કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે જામીન આપતી વખતે શરત મૂકી છે કે દેવાયત ખવડ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત તેને દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે.

આ પણ વાંચો- America ના સાઉથ કેરોલાઈનામાં ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા

Tags :
Dewayat KhwadBailGir-SomnathGujarat PoliceTalalaAttackCaseVeraval Courtદેવાયત ખવડ
Next Article