Gir Somnath : જિલ્લામાં ફરી ધરા ધ્રુજી, તાલાલામાં 3.2 તીવ્રતાનો ભૂકંપ
- Gir Somnath માં ફરી એકવાર ધરા ધ્રુજી
- તાલાલામાં 3.2 ની તીવ્રતાનો ભૂંકપ
- ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) એકવાર ફરી ભૂકંપ આવ્યો હોવાનાં સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલામાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. થોડા દિવસ પહેલા કચ્છમાં (Kutch) રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતનાં વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.
આ પણ વાંચો - Khyati hospital : 'કાંડ' બાદ અટ્ટહાસ્ય કરતો ડાયરેક્ટર ચિરાગ રાજપૂત આખરે સકંજામાં, 5 આરોપીની ધરપકડ
તાલાલામાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) ભૂકંપ આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલામાં (Talala) આજે ભૂકંપ આવ્યો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડીને આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 3.2 હોવાનું હાલ જાણવા મળ્યું છે. જ્યારે કેન્દ્ર બિંદુ અંગે હાલ માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા કચ્છનાં રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતનાં વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપની (Earthquake) તીવ્રતા 4.0 નોંધાઈ હતી.
આ પણ વાંચો - ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CID ની તવાઈ! અનેક ઓફિસોમાં એક સાથે દરોડા
અગાઉ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં આવ્યો હતો ભૂકંપ
જ્યારે 15 નવેમ્બરનાં રોજ, રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઈ. જ્યારે, એપી સેન્ટર પાટણથી (Patan) 13 કિલોમીટર દૂર હતું. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar), મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને બાનાસકાંઠા સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ પણ વાંચો - Gujarat Politics : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ અને સરદારધામ મુદ્દે ડો. યજ્ઞેશ દવેએ આપ્યું મોટું નિવેદન!