Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gir Somnath : કેસરીયા પાસે ભયાનક અકસ્માત, બોલેરોની ટક્કરે બે સગા ભાઈ અને એક યુવાનનો ભોગ લીધો

Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ પાસે રાત્રે એક દર્દનાક રોડ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી બોલેરો જીપે બે બાઇકને ધડાકાભેર ટક્કર મારતાં એક જ પરિવારના બે સગા ભાઈઓ સહિત ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક 17 વર્ષીય કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ છે.
gir somnath   કેસરીયા પાસે ભયાનક અકસ્માત  બોલેરોની ટક્કરે બે સગા ભાઈ અને એક યુવાનનો ભોગ લીધો
Advertisement
  • Gir Somnath :  રાત્રીનો કાળ, પૂરપાટ બોલેરોએ ત્રણ જીવ ખૂંટી નાખ્યા, ચાલક ફરાર
  • વાડીએ જતાં બે ભાઈઓને કાળ ભરખી ગયો : 20-11 વર્ષના ભાઈઓ સહિત ત્રણનું મોત
  • ઉના-કેસરીયા રોડ પર દર્દનાક હિટ એન્ડ રન : એક જ પરિવારના બે સભ્યોની ઓચિંતી વિદાય
  • રાતના અંધારામાં બોલેરોનો આતંક : ત્રણ યુવાનોનાં મોતથી ગામોમાં શોકનો માહોલ

Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ પાસે રાત્રે એક દર્દનાક રોડ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી બોલેરો જીપે બે બાઇકને ધડાકાભેર ટક્કર મારતાં એક જ પરિવારના બે સગા ભાઈઓ સહિત ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક 17 વર્ષીય કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ છે.

અકસ્માત રાત્રિના સમયે કેસરીયા-સોનારી રોડ પર બન્યો હતો. મળતી વિગતો મુજબ, કેસરીયા ગામના હિતેશ જગદીશભાઈ શિંગડ (ઉં.વ. 20) પોતાની બાઇક પર નાના ભાઈ પરિમલ જગદીશભાઈ શિંગડ (ઉં.વ. 11) અને કાકાની દીકરી કલુબેન મંગાભાઈ શિંગડ (ઉં.વ. 17)ને બેસાડીને પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા. કલુબેન થોડી વાર પહેલાં જ સ્વાધ્યાય કેન્દ્રમાંથી ઘરે આવી હતી અને કાકા-ભત્રીજા સાથે વાડીએ જવા નીકળી હતી.

Advertisement

આ પણ વાંચો- Banaskantha : શિકારી પોતે બન્યા પોલીસનો શિકાર ! બાલારામ-જેસોર અભયારણ્યમાં 10 શિકારી ઝડપાયા

Advertisement

બીજી તરફ નાથડ ગામના ભીખા નારણભાઈ દમણિયા (ઉં.વ. 35) સોનારી ગામે સસરાના ઘરેથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. બંને બાઇક વચ્ચે જ દીવા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો જીપે ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. ટક્કરની તીવ્રતા એટલી હતી કે ત્રણેય યુવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે કલુબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘાયલ કલુબેનને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્રણેય મૃતદેહોને ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

અકસ્માતના સમાચાર ફેલાતાં જ કેસરીયા, નાથડ, સોનારી તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા. એક જ પરિવારના બે નાના ભાઈઓનાં મોતના સમાચારથી હોસ્પિટલના આંગણે રુદનનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોના હૃદયદ્રાવક આક્રંદથી આખું વાતાવરણ શોકસભર બની ગયું હતું.

આ ઘટના હિટ એન્ડ રનની હોવાનું સામે આવ્યું છે. બોલેરો ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. ઉના પોલીસે ગુનો નોંધીને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ અકસ્માતે ફરી એક વાર રોડ સેફ્ટી અને પૂરપાટ વાહન ચાલકોના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો- Kutch BSF 176 બટાલીયનની નવી પહેલ ; જમ્મુથી ભુજ સુધી 1700 કિમીની બાઇક રેલી

Tags :
Advertisement

.

×