Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gir Somnath: કોડિનારમાં કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ! નકલી આઈડીથી ભડકાઉ પોસ્ટ કરનાર ઝડપાયો

કોડિનારના મૂળ દ્વારકા ગામના અજગર ખરાઈએ અન્ય વ્યક્તિના ખોવાયેલા સિમ કાર્ડ દ્વારા ફેક આઈડી બનાવી હિંદુ-મુસ્લિમ તણાવ વધારતી ભડકાઉ પોસ્ટ કરી હતી. પોલીસે (Police) ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી, તેનો જાહેરમાં વરઘોડો કાઢી કડક કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે પોલીસે લાલ આંખ કરી છે.
gir somnath  કોડિનારમાં કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ  નકલી આઈડીથી ભડકાઉ પોસ્ટ કરનાર ઝડપાયો
Advertisement
  • Gir Somnath:  કોડિનારમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ ઉભો કરવાનો પ્રયાસ
  • સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકની ધરપકડ
  • અન્ય વ્યક્તિના નામના એકાઉન્ટમાંથી કરી હતી ભડકાઉ પોસ્ટ

Gir Somnath:ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર (Kodinar) પંથકમાં સોશિયલ મીડિયા (Social Media) દ્વારા બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો એક ગંભીર કાવતરાનો પર્દાફાશ થયો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક એવા શખ્સની ધરપકડ કરી છે જેણે અન્ય વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવીને વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી.

Gir Somnath: ખોવાયેલા સિમ કાર્ડનો ગુનાહિત ઉપયોગ

પ્રાપ્ત માહિતી અનુસાર કોડિનારના મૂળ દ્વારકા (Mul Dwarka) ગામના અજગર અનવર ખરાઈ (Azgar Anwar Kharai) નામના યુવકે એક અન્ય વ્યક્તિનું ખોવાયેલું સિમ કાર્ડ (SIM Card) મેળવ્યું હતું. આ સિમ કાર્ડનો ઉપયોગ કરીને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નકલી એકાઉન્ટ (Fake Account) બનાવ્યું હતું. આ એકાઉન્ટમાં તેણે જાણીજોઈને એવી ભડકાઉ અને વાંધાજનક પોસ્ટ કરી હતી. જેનાથી હિંદુ-મુસ્લિમ (Hindu-Muslim) સમુદાય વચ્ચે તણાવ (Tension) પેદા થાય અને શાંતિ જોખમાય.

Advertisement

Gir Somnath: પોલીસની સતર્કતા અને આરોપીની ધરપકડ

જ્યારે આ ભડકાઉ પોસ્ટ વાયરલ થઈ, ત્યારે સ્થાનિક પોલીસ (Police) અને સાયબર ક્રાઈમ (Cyber Crime) ટીમ તુરંત હરકતમાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જે વ્યક્તિના નામે એકાઉન્ટ હતું તેની સંડોવણી જણાતી નહોતી, જેથી ઊંડી તપાસ કરતા અજગર ખરાઈનું નામ સામે આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું કે તેનો ઈરાદો નિર્દોષ વ્યક્તિને ફસાવવાનો અને કોમી અશાંતિ ફેલાવવાનો હતો.

Advertisement

જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું

સમાજમાં ખોટો સંદેશ ન જાય અને આવા તત્વોમાં ફાળ પડે તે હેતુથી પોલીસે આરોપીને અજગરને જાહેરમાં ફરેવી માફી મંગાવી હતી. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારાઓને ચેતવણી આપવાનો હતો. હાલ પોલીસે આ મામલે આઈટી એક્ટ (IT Act) અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

આ પણ વાંચોઃ Kheda: પોલીસ બનાવના સપના જોતા 2 યુવાનોની કારકિર્દી પર પાણી ફર્યું! નોંધાઈ FIR

Tags :
Advertisement

.

×