Gir Somnath: પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા કરાયો વધારો
- ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સોમનાથની સુરક્ષામાં વધારો
- Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષામાં કરાયો વધારો
- વધુ પોલીસ જવાનો સહિત PI અને PSI તાત્કાલિક નિમણૂક
જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા પોતે સુરક્ષાની સમીક્ષા કરી હતી.
સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો
પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા માટે વધુ પોલીસ જવાનો સહિત પીઆઈ તેમજ પીએસઆઈની તાત્કાલિક નિમણૂંક કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કેટલાક પોઈન્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે શિફ્ટ પ્રમાણે નવા પીએસઆઈ તેમજ પીઆઈની નિમણૂંક કરવામાં આવી છે.
દરિયામાં પેટ્રોલીંગ વધાર્યું
તેમજ જિલ્લાના દરિયાકાંઠામાં પણ કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઈન્ટરસેપ્ટ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ એસઓજી તેમજ મરીન પોલીસ દ્વારા બોટોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Blackout: ગુજરાતના સરહદી વિસ્તારોમાં કરાયું બ્લેક આઉટ, ગુજરાતના 18 સરહદી જિલ્લાઓ એલર્ટ પર
દરિયાકાંઠાનાં ગામોના આગેવાન સાથે બેઠક યોજી
તેમજ પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો તેમજ દરિયાકાંઠાના ગામોનાં આગેવાનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. તેમજ પોર્ટ પર સિક્યોરીટી પણ વધારી દેવામાં આવી હતી. તેમજ હથિયારધારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Vadodra: Operation Sindoor ને સફળતા પૂર્વક પાર પાડનાર યુવતી ગુજરાતી, ભાઈ-અમારો પરિવાર દેશભક્તિ સાથે જોડાયેલો