Gir Somnath: તાલાલાની હોસ્ટેલના ત્રીજા માળેથી વિદ્યાર્થી પટકાતાં મોત, બે દિવસ પહેલા જ આવ્યો હતો
તાલાલાની પ્લાઝ્મા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 8ના ૧૪ વર્ષીય વિદ્યાર્થી ક્રિશ પાતળનું ત્રીજા માળની બારીમાંથી પટકાતા મોત નીપજ્યું છે. વેરાવળના નાવદ્રા ગામનો વતની ક્રિશ માત્ર બે દિવસ પહેલા જ હોસ્ટેલમાં પ્રવેશ્યો હતો. આ દુર્ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તે અંગે તાલાલા પોલીસ સી.સી.ટી.વી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
Advertisement
Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આવેલી પ્લાઝ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ (ફોટોન સ્કૂલ એન્ડ હોસ્ટેલ)માં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં હોસ્ટેલના ત્રીજા માળે આવેલી બારીમાંથી નીચે પટકાયા બાદ ૧૪ વર્ષીય વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અને શાળા પરિસરમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે.

