Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gir Somnath: ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3ના કરુણ મોત

Gir Somnath: ગીર સોમનાથના તાલાલામાં સુરવા-માધુપુર વચ્ચે આઈસર ટ્રક, છકડો રિક્ષા અને બાઈક વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કિશોરભાઈ, પ્રભુદાસભાઈ અને દીક્ષિતભાઈ વડોદરિયા નામના ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. મૃતકોમાં કાકા-ભત્રીજાનો પણ સમાવેશ થાય છે. તાલાલા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
gir somnath  ટ્રિપલ અકસ્માતમાં કાકા ભત્રીજા સહિત 3ના કરુણ મોત
Advertisement
  • Gir Somnath: તાલાલામાં બાઈક, રિક્ષા અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત
  • આ કરુણ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
  • મૃતકોમાં એક જ પરિવારના કાકા-ભત્રીજા સામેલ
  • અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો

Gir Somnath Triple Accident:રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા (Talala) તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. તાલાલાના સુરવા (Surva) અને માધુપુર (Madhupur) ગામ વચ્ચે આજે એક ભયાનક ટ્રિપલ અકસ્માત (Triple Accident) સર્જાયો છે. આ અસ્માતમાં બાઈક, નારિયેળ ભરેલો છકડો રિક્ષા અને આઈસર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. અકસ્માત એટલો ભયંકર થયો છે કે તેમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

નારિયેળ વેરવિખેર થઈ ગયા

પ્રાપ્ત માહિતી અનુસાર, તાલાલા-વેરાવળ હાઈવે પર આવેલા સુરવા અને માધુપુર ગામની વચ્ચેથી પસાર થતા માર્ગ પર આ અકસ્માત સર્જાયો છે. એક તરફ નારિયેળ ભરેલો છકડો રિક્ષા પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા આઈસર ટ્રક અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે.   ટક્કર એટલી જોરદાર હતી કે છકડો રિક્ષા અને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. માર્ગ પર નારિયેળ વેરવિખેર થઈ ગયા હતા અને વાહનોના ફુરચા ઉડી ગયા હતા.

Advertisement

મૃતકોની ઓળખ

આ કાળમુખા અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણેય વ્યક્તિઓની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોમાં કિશોરભાઈ, પ્રભુદાસભાઈ અને દીક્ષિતભાઈ વડોદરિયાનો સમાવેશ થાય છે. બાઇક પર સવાર જાવંત્રી ગામના કાકા-ભત્રીજા દીક્ષિત દિલીપભાઈ વાડોદરિયા (ભત્રીજો) અને પ્રભુદાસભાઈ ધીરુભાઈ વાડોદરિયા (કાકા) બંને તાલાલા લગ્નની ખરીદી કરવા ગયા હતા.  મોતથી પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Advertisement

Gir Somnath: પોલીસ કાર્યવાહી

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તાલાલા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે તાલાલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અકસ્માત પાછળ ટ્રકની ઓવરસ્પીડ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Rajkot: કાળ બનીને આવેલા ડમ્પરે રાજકોટમાં પિતા-પુત્રીને અડફેટે લીધા!

Tags :
Advertisement

.

×